News of Monday, 15th June 2026
પતિ ગે નીકળતા મહિલાએ આપ્યા છૂટાછેડાઃ બાદમાં સસરા સાથે લગ્ન કરી લીધા
પાકિસ્તાનના લાહોર શહેરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક ગલીઓ સુધી ભારે ખળભળાટ મચાવી દીધો

લાહોર તા.૧૫: સોશિયલ મીડિયા આજકાલ એક એવી કહાની વાયરલ થઈ રહી છે, જેને સાંભળતા જ કોઈપણ વ્યક્તિ ચોંકી જાય. પાકિસ્તાનના લાહોર શહેરની એક મહિલાએ તેના પતિને છૂટાછેડા આપી દીધા કારણ કે તેને ખબર પડી કે, તેનો પતિ તેનામાં નહીં, પરંતુ પુરુષોમાં રસ ધરાવે છે. ત્યાર બાદ આ કહાની કંઈક અલગ જ વળાંક લે છે, જે કોઈપણ સાંભળે તો વિચારમાં પડી જાય. કારણ કે છૂટાછેડાના થોડા સમય બાદ મહિલાએ તેના જ સસરા સાથે નિકાહ કરી લીધા હતા.
હવે આ નવદંપતી સોશિયલ મીડિયા પર ખૂબ જ રીલ્સ અને વીડિયો પોસ્ટ કરી રહ્યું છે. પહેલા તો લોકો જુવાન મહિલાની સાથે વૃદ્ધ પતિને જોઈને આヘર્યચકિત થઈ ગયા. પરંતુ તેમની હેરાની ત્યારે વધુ વધી ગઈ જ્યારે ખબર પડી કે, આ વૃદ્ધ અસલમાં મહિલાના સસરા છે, જેના દીકરા સાથે તેણે નિકાહ કર્યા હતા. જોકે, તે ગે (સમલૈંગિક) નીકળ્યો, જેના પછી મહિલાએ તેને છૂટાછેડા આપી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલા અને તેના સસરા બંને એકબીજાની સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા. કેટલીક રીલ્સમાં તેઓ એકબીજાને ગળે લગાવતા, હાથ પકડતા અને પ્રેમભરી નજરે જોતા નજરે પડ્યા હતા.આ વીડિયો પર લાખો વ્યુઝ અને હજારો કમેન્ટ્સ આવી રહી છે.
મોટાભાગના લોકો આ સંબંધને અનૈતિક અને સમાજની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. મહિલાને જ્યારે તેના પતિની સચ્ચાઈની ખબર પડી તો, તેણે તરત જ છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. છૂટાછેડા મળ્યા બાદ સસરાએ મહિલાનો સાથ આપ્યો અને બંનેએ નિકાહ કરી લીધા હતા. હવે બંને ખુશી-ખુશી સાથે રહી રહ્યા છે. જોકે, આ સમગ્ર મામલાની કોઈ સત્તાવાર પુષ્ટિ પાકિસ્તાની મીડિયા કે પોલીસ તરફથી આવી નથી. ઘણા લોકો આને ફેક કે સ્ટન્ટ પણ ગણાવી રહ્યા છે. પાકિસ્તાની સમાજમાં આ પ્રકારના સંબંધો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. સસરા અને પુત્રવધૂના નિકાહ કાનૂની રીતે શક્ય હોઈ શકે છે પરંતુ સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ તેને સ્વીકારવામાં આવતા નથી.
સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, આ તો આખો પરિવાર બરબાદ કરી નાખે તેવી કહાની છે, તો બીજા લોકો સવાલ કરી રહ્યા છે કે, પતિ ગે હતો તો સસરા સાથે લગ્ન? શું વિચારીને કર્યું હશે. તો ઘણા લોકો કહી રહ્યા છે કે, આ બધું જ પાકિસ્તાનમાં જ શક્ય છે. તો કેટલાક લોકો મહિલાનો સપોર્ટ કરી રહ્યા છે, અને તેમનું કહેવું છે કે, જો પતિ ગે હતો તો મહિલાને નવો સંબંધ બનાવવાનો અધિકાર છે. પરંતુ સસરા સાથે લગ્નને મોટાભાગના લોકો ખોટું માની રહ્યા છે. આ મામલાએ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આવા કિસ્સાઓ પરિવારોને સંપૂર્ણપણે તોડી નાખે છે. ખાસ કરીને બાળકો પર આની ખરાબ અસર પડે છે. પાકિસ્તાનમાં કાનૂની રીતે પુત્રવધૂ અને સસરાના નિકાહની મંજૂરી છે પરંતુ સામાજિક રીતે તેને સામાજિક કલંક કે પ્રતિબંધ માનવામાં આવે છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
