<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ચાંદીમાં ૫,૦૦૦- સોનામાં ૨,૦૦૦ રૂા. વધ્‍યા

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધનો અંત આવતા બુલિયન માર્કેટમાં તેજીનો ચળકાટ : હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૨,૫૩,૦૦૦ અને સોનાના ભાવ ૧,૫૫,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૧૫: અમેરિકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના અંતના પગલે બુલિયન માર્કેટમાં તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. ચાંદીમાં ૫,૦૦૦ અને સોનામાં ૨,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે ૫,૦૦૦ રૂા. વધ્‍યા હતા. શનીવારે ચાંદી ૧ કિલો ભાવ ૨,૪૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૨,૫૩,૦૦૦ રૂા. થયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૨,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૨,૦૦૦ રૂા. વધતા સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૫૩,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૫૫,૦૦૦ રૂા. થયા હતા. સોનાના બીસ્‍કીટમાં ૨૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) ભાવ ૧૫,૩૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૫,૫૦,૦૦૦ રૂા. થયા છે.

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ સમાપ્‍તીની જાહેરાત થતા બન્ને કિંમતી ધાતુઓના ભાવ વધ્‍યા છે. શાંતિકરાર થયા બાદ હજુ પણ ભાવ વધે તેવી શકયતા હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યુ હતું.(૨.૧૨)

(2:53 PM IST)