News of Monday, 15th June 2026
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ૧૭ રાજ્યો વરસાદની રાહ જોઈ રહ્યા છે
સેટેલાઇટ છબીઓમાં દેશમાંથી ચોમાસાના વાદળો ગાયબ : ૪-૧૫ જૂન દરમિયાન ૬૪% ઓછો વરસાદ : ૧૯૫૦ પછીનું સૌથી શક્તિશાળી ‘અલ નીનો' લાવશે નબળું ચોમાસું, ભારત સરકાર એલર્ટ દેશમાં ચોમાસું નબળું પડી શકે છે અને ઘણા ભાગમાં દુકાળ જેવી સ્થિતિ ઉદભવી શકે છે

ભોપાલ/જયપુર/લખનૌ/પટણા તા.૧૫: ભારતમાં દક્ષિણપヘમિ ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે. સોમવાર, ૧૫ જૂને મળેલી સેટેલાઇટ છબીઓમાં દેશના મોટા ભાગોમાંથી ચોમાસાના વાદળો ગાયબ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હજુ ચોમાસાનું આગમન થયું નથી. આ વખતે અલ નીનોની ચર્ચા થઈ રહી છે. આ વર્ષનું અલ નીનો૧૯૫૦ બાદનું સૌથી શક્તિશાળી અલ નીનો હોઈ શકે છે, તેનાથી સમગ્ર વિશ્વનું હવામાન ચક્ર પ્રભાવિત થશે. તેની અસર ભારત પર પણ પડશે. દેશમાં ચોમાસું નબળું પડી શકે છે અને ઘણા ભાગમાં દુકાળ જેવી સ્થિતિ ઉદભવી શકે છે. સરકારે આગોતરી તૈયારી કરીને દેશભરમાં અલ નીનોની સૌથી વધુ અસર થનારા ૧૯૭ જિલ્લાની ઓળખ કરી છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશમાં ૪ જૂનથી ૧૫ જૂન દરમિયાન સામાન્ય ૫૩.૭ મીમી વરસાદ પડવો જોઈતો હતો, પરંતુ માત્ર ૧૯.૨ મીમી વરસાદ પડ્યો, જે ૬૪્રુ વરસાદની ખાધ દર્શાવે છે.નબળી પડી રહેલી ચોમાસાની પ્રવૃત્તિને કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત ૧૬ રાજ્યોમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે.દક્ષિણ ભારતમાંથી આગળ વધ્યા પછી, ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ અટકી ગયું છે. દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોને આવરી લીધા પછી, તે બિહાર, ઝારખંડ અને પヘમિ બંગાળમાં અટકી ગયું છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
