News of Tuesday, 16th June 2026
'સૂર્યના પ્રકાશને ઝાંખો કરીને હીટવેવથી બચાવી શકાશે ': અલનીનોના ખતરા સામે સંશોધકોએ મહત્વકાંક્ષી અને વિવાદાસ્પદ ઉપાય સૂચવ્યો
આ ટેકનિક દ્વારા વિશ્વના 75 ટકા સમુદ્રને જીવલેણ હીટવેવથી બચાવી શકાશે:જો તાપમાનને 1°C સુધી રોકવામાં આવે, તો વિશ્વના 76 ટકા દરિયાઈ વિસ્તારોમાં હીટવેવ ઠંડી રહેશે અને 80 ટકા સ્થળોએ તેનો સમયગાળો ટૂંકો થશે

ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને કારણે પૃથ્વી પર 'સુપર અલ નીનો' નો ખતરો મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આગામી સમયમાં આવનારો અલ નીનો ઇતિહાસનો સૌથી ભયાનક સાબિત થઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે સંશોધકોએ એક અત્યંત મહત્વકાંક્ષી અને વિવાદાસ્પદ ઉપાય સૂચવ્યો છે: સૂર્યના પ્રકાશને ઝાંખો કરવો. આ ટેકનિક દ્વારા વિશ્વના 75 ટકા સમુદ્રને જીવલેણ હીટવેવથી બચાવી શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
ડેઈલી મેઈલના રિપોર્ટ પ્રમાણે આ પદ્ધતિને 'સ્ટ્રેટોસ્ફેરિક એરોસોલ ઈન્જેક્શન'( SAI) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં આકાશમાં સલ્ફર આધારિત ઝીણા કણોના વિશાળ વાદળો પંપ દ્વારા છોડવામાં આવશે. આ એરોસોલ કણો વાતાવરણના ઉપરના સ્તરમાં વર્ષો સુધી રહી શકે છે અને સૂર્યની ઊર્જાના અમુક ભાગને પૃથ્વી પર આવતા પહેલા જ પાછો અવકાશમાં પરાવર્તિત કરી દે છે. કમ્પ્યુટર સિમ્યુલેશન દર્શાવે છે કે આનાથી દરિયાઈ હીટવેવની તીવ્રતા અને સમયગાળો ઘટાડી શકાય છે.
સંશોધન મુજબ, જો આ પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સરેરાશ કરતા 1.5°C પર મર્યાદિત રાખવામાં આવે, તો સમુદ્રના ચોથા ભાગને ગંભીર હીટવેવથી બચાવી શકાય છે. જો વધુ આક્રમક રીતે કામ કરીને તાપમાનને 1°C સુધી રોકવામાં આવે, તો વિશ્વના 76 ટકા દરિયાઈ વિસ્તારોમાં હીટવેવ ઠંડી રહેશે અને 80 ટકા સ્થળોએ તેનો સમયગાળો ટૂંકો થશે. ખાસ કરીને ઉષ્ણકટિબંધીય એટલાન્ટિક, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગરને આનાથી સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે.
જો કે, આ જિઓ-એન્જિનિયરિંગ ટેકનિક ભારે વિવાદમાં છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ફોબે ઝારનેત્સકે જણાવે છે કે તેની ઇકોલોજીકલ અસરો વિશે બહુ ઓછી જાણકારી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સૂર્યના કિરણોને રોકવાથી પૃથ્વીની મોન્સૂન સિસ્ટમ ખોરવાઈ શકે છે અને વાતાવરણીય ચક્રમાં વિક્ષેપ પડી શકે છે. આ ફેરફારોને કારણે દરિયાઈ સપાટીમાં ફેરફાર અને વન્યજીવો પર પણ માઠી અસર પડી શકે છે.
વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે સૂર્યને ઝાંખો કરવો એ ગ્લોબલ વોર્મિંગનો વિકલ્પ નથી. મુખ્ય પ્રાથમિકતા હંમેશા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જ હોવી જોઈએ. જો ઉત્સર્જનમાં ઘટાડો નહીં થાય, તો આ મોંઘી અને જોખમી ટેકનિક પછી પણ ઉત્તર એટલાન્ટિક અને ઉષ્ણકટિબંધીય પેસિફિક જેવા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ વધુ ખરાબ થતી રહેશે.
અલ નીનો એ એક કુદરતી હવામાન ચક્ર છે જે દર 2 થી 7 વર્ષે પેસિફિક મહાસાગરમાં ગરમ પાણીના જથ્થાને કારણે સર્જાય છે. તે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધારે છે. હાલમાં પેસિફિકમાં 9,000 માઈલ લાંબી હીટવેવ બની રહી છે, જે 2026 ના વર્ષમાં અત્યંત ગંભીર પરિસ્થિતિ પેદા કરી શકે છે. આનાથી એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકાના ભાગોમાં સામાન્ય કરતા વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
