News of Tuesday, 16th June 2026
ભારતીય એડવર્ટાઇઝિંગ માર્કેટ માટે મોટી આગાહી : વર્ષ ૨૦૨૬ માં દેશનું કુલ જાહેરાત બજાર ૨ લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક સપાટીને સ્પર્શે તેવી શક્યતા
ડબલ્યુપીપી મીડિયાના અહેવાલ મુજબ ડિજિટલ અને કોમર્સ મીડિયામાં તેજી વચ્ચે દેશના જાહેરાત રેવન્યુમાં ૮.૮ ટકાનો ગ્રોથ થશે, જ્યારે લીનિયર ટેલિવિઝન જાહેરાતોમાં ૬.૮ ટકાનો મોટો ઘટાડો નોંધાશે

મુંબઈ:વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા વચ્ચે પણ ભારતીય એડવર્ટાઇઝિંગ (જાહેરાત) માર્કેટ વિશ્વના સૌથી મજબૂત બજારોમાંથી એક સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક એડવર્ટાઇઝિંગ એજન્સી ડબલ્યુપીપી મીડિયા (WPP Media) ના તાજા જાહેર થયેલા ‘ધીસ યર, નેક્સ્ટ યર’ (TYNY) મિડયર ૨૦૨૬ ના અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૨૬ માં ભારતની કુલ જાહેરાત આવક (એડ રેવન્યુ) આશરે ૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી જશે. ચાલુ વર્ષે ભારતીય જાહેરાત બજાર ૮.૮ ટકાના દરે વૃદ્ધિ પામે તેવી સંભાવના છે, જે આઇએમએફ (IMF) ના ૬.૫ ટકાના વાસ્તવિક જીડીપી ગ્રોથના અંદાજ કરતાં પણ ઘણી આગળ છે.
જોકે, હેડલાઇન ગ્રોથ આકર્ષક હોવા છતાં જાહેરાતકર્તાઓ માટે વર્ષ ૨૦૨૬ પડકારજનક બની શકે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ઈરાન સંઘર્ષને કારણે ઉર્જા ક્ષેત્રે સર્જાયેલી અડચણો, આયાતી મોંઘવારી (ઇન્ફ્લેશન) અને ચલણના દબાણને લીધે ભારતીય બજારની કસોટી થઈ રહી છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે ૮૫ ટકા ક્રૂડ ઓઈલ અને અડધોઅડધ નેચરલ ગેસ આયાત કરતું હોવાથી ગ્રાહકો, કંપનીઓ અને જાહેરાતકર્તાઓ પર વૈશ્વિક ભાવ વધારાની સીધી અસર પડી રહી છે. તેલના ભાવનો આંચકો ગ્રાહકોની વાસ્તવિક આવક ઘટાડે છે, જેના લીધે એફએમસીજી, ઓટોમોબાઈલ અને સિમેન્ટ જેવા ક્ષેત્રો પર ગંભીર દબાણ આવી શકે છે. આ ઉપરાંત, સંભવિત અલ નીનો અસરો અને ખાતરની આયાત પરની નિર્ભરતા પણ ગ્રામીણ માંગને પ્રભાવિત કરી શકે છે.
બજારમાં ચાલી રહેલા આ બદલાવનો સૌથી મોટો ફાયદો ડિજિટલ સેક્ટરને મળી રહ્યો છે. ડબલ્યુપીપી મીડિયાના મતે સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ જાહેરાતોનું માર્કેટ ૧૩.૨ ટકાના ગ્રોથ સાથે આશરે ૭૩,૮૦૦ કરોડ રૂપિયા પર પહોંચશે. આ વૃદ્ધિને શોર્ટ-ફોર્મ વીડિયો, ક્રિએટર કન્ટેન્ટ અને માઇક્રોડ્રામા (ટૂંકી નાટ્ય શ્રેણીઓ) થી મોટો સપોર્ટ મળી રહ્યો છે, જેમાં ઝી પ્લેટફોર્મનું ‘ઝેડ બુલેટ’, જિઓસ્ટારનું ‘તડકા’ અને એમએક્સ પ્લેયરનું ‘ફટાફટ’ જેવી મોબાઈલ-ફર્સ્ટ એન્ટરટેઇનમેન્ટ ફોર્મેટ બ્રાન્ડ્સને આકર્ષી રહી છે. બીજી તરફ, કોમર્સ મીડિયા પણ મોટું ગ્રોથ એન્જિન બન્યું છે, જે ૨૯ ટકાના ઉછાળા સાથે ૨૦૨૬ માં આશરે ૩cell૪,૭૦૦ કરોડ રૂપિયા થશે. એમેઝોન અને ફ્લિપકાર્ટની સાથે બ્લિંકિટ, ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ જેવી ક્વિક-કોમર્સ એપ્સના કારણે મીડિયા બજેટ હવે સીધું પોઇન્ટ ઓફ સેલ (વેચાણના સ્થળ) ની નજીક શિફ્ટ થઈ રહ્યું છે.
આ જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો હોવાથી આઇટી અને સર્ચ જાહેરાતોમાં મોટો ફેરફાર આવ્યો છે. દેશમાં એઆઈ-લેડ જાહેરાતોની આવક ૯ ટકા વધીને ૨૨,૨૦૦ કરોડ રૂપિયાને પાર કરી જશે. ગૂગલ એઆઈ ઓવરવ્યૂઝ (Google AI Overviews) ઓલરેડી લાઈવ હોવાના કારણે સર્ચ મોનેટાઈઝેશનમાં જેમિની (Gemini) અને ગૂગલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજ (પ્રથમ લાભ) મળ્યો છે, જ્યારે ઓપનએઆઈ (OpenAI) ની જાહેરાતોનું ટેસ્ટિંગ આગામી સમયમાં થવાની સંભાવના છે. આ બદલાવના લીધે બ્રાન્ડ્સ માટે એસઇઓ (SEO) અને પેઇડ સર્ચની રણનીતિઓ ફરીથી નક્કી કરવાનો સમય પાકી ગયો છે.
બીજી તરફ, ટેલિવિઝન માધ્યમ અત્યારે ભારે દબાણ હેઠળ છે. રિપોર્ટ અનુસાર, લીનિયર ટેલિવિઝન નબળું પડવાના કારણે ભારતમાં કુલ ટીવી જાહેરાતો ૬.૮ ટકા ઘટીને આશરે ૪૩,૬૦૦ કરોડ રૂપિયા પર આવી જશે, જોકે પ્રીમિયમ વીડિયો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સનો હિસ્સો વધી રહ્યો છે. હવે ટેલિવિઝન ઉદ્યોગ માટે આગામી મોટો વળાંક વર્ષ ૨૦૨૭ માં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની રાઇટ્સ હરાજી સાબિત થશે. આ સિવાય, આઉટ ઓફ હોમ (OOH) એટલે કે હોર્ડિંગ્સ અને આઉટડોર જાહેરાત બજાર ૮.૬ ટકાના ગ્રોથ સાથે ૪,૪૫૦ કરોડ રૂપિયા પર પહોંચશે, જેમાં ડિજિટલ OOH નો હિસ્સો હજુ પણ ૫ ટકા કરતાં ઓછો છે. સમગ્ર અહેવાલનો સાર એ છે કે ભારતીય એડ માર્કેટ ચોક્કસપણે વધી રહ્યું છે, પરંતુ આગામી ગ્રોથ કિંમતોની અસ્થિરતા અને કાર્યક્ષમતાના કડક મૂલ્યાંકન પર આધારિત રહેશે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
