<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ગુજરાત માહિતી આયોગની કામગીરી કેન્‍દ્રીય આયોગ અને અન્‍ય રાજયોના આયોગો માટે પ્રેરણારૂપ

નવી દિલ્‍હીના સતર્ક નાગરિક સંગઠનના પ્રતિનિધિઓ પ્રભાવિત

નવી દિલ્‍હીના સતર્ક નાગરિક સંગઠનના પ્રતિનિધિ મંડળે ગુજરાત માહિતી આયોગત કચેરી, ગાંધીનગરની મુલાકાત લેતા મુખ્‍ય માહિતી આયુકત ડો. સુભાષ સોની, સચિવ જયદીપ દ્વિવેદી અને અન્‍ય અધિકારીઓએ પ્રતિનિધિઓનું સ્‍વાગત કરેલ તે પ્રસંગની તસ્‍વીર 

ગાંધીનગરઃ તા.૧૬: નવી દિલ્‍હીસ્‍થિત સતર્ક નાગરિક સંગઠન (SNS) ના પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ શ્રીમતી અંજલી ભારદ્વાજ અને શ્રીમતી અમળતા જોહરીએ માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અંતર્ગત પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અને પહેલોની જાણકારી મેળવવાના હેતુથી ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતીના અધિકાર અધિનિયમના અસરકારક અમલીકરણ માટે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ, નવીન પહેલો, ડિજિટલ હસ્‍તક્ષેપો તેમજ કાર્યક્ષમ વહીવટી પ્રક્રિયાઓનું પ્રતિનિધિમંડળ સમક્ષ પ્રસ્‍તુતીકરણ કરવામાં આવ્‍યું હતું. પ્રતિનિધિમંડળને  આયોગના નાગરિક-કેન્‍દ્રિત અભિગમ, પારદર્શક કાર્યપદ્ધતિઓ તેમજ અપીલો અને ફરિયાદોના સમયસર નિકાલ માટે કરવામાં આવતા પ્રયાસોથી પણ અવગત કરવામાં આવ્‍યું હતું.

ગુજરાતના રાજ્‍ય મુખ્‍ય માહિતી આયુક્‍ત ડો. સુભાષ સોનીએ પ્રતિનિધિ મંડળ સાથે રાજ્‍યમાં માહિતીના અધિકાર અધિનિયમના અમલીકરણના વિવિધ પાસાઓ અંગે વિસ્‍તળત ચર્ચા કરી હતી. તેમણે જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્‍સાહન આપવા તેમજ માહિતીના અધિકાર અધિનિયમના અસરકારક અમલીકરણને સુનિヘતિ કરવા માટે આયોગ દ્વારા કરવામાં આવતા સતત પ્રયાસોની માહિતી આપી હતી. તેમણે ખુલ્લા અને પારદર્શક શાસનને પ્રોત્‍સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા અવિરત સહયોગ અને પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સતર્ક નાગરિક સંગઠનના પ્રતિનિધિ ઓએ ગુજરાત માહિતી આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલી નોંધપાત્ર પહેલો અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓની પ્રશંસા કરી હતી. તેમણે આયોગના નવીન અભિગમ, કાર્યક્ષમ કામગીરી અને માહિતીના અધિકાર અધિનિયમના હેતુઓને આગળ વધારવા પ્રત્‍યેની સમર્પિત ભાવનાની સરાહના કરી હતી.

પ્રતિનિધિમંડળે વધુમાં જણાવ્‍યું હતું કે તેઓ ગુજરાત માહિતી આયોગની અનેક શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓને દેશના અન્‍ય રાજ્‍ય માહિતી આયોગો તેમજ કેન્‍દ્રીય માહિતી આયોગ સમક્ષ રજૂ કરશે અને તેની ભલામણ કરશે. તેમણે નેધરલેન્‍ડ્‍સના ધ હેગ ખાતે યોજાનાર પારદર્શિતા અને માહિતી સુધીની પહોંચ સંબંધિત આંતરરાષ્‍ટ્રીય પરિષદમાં ગુજરાત માહિતી આયોગની નોંધપાત્ર પહેલો અને સિદ્ધિઓને પણ રજૂ કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

ચર્ચા દરમિયાન પ્રતિનિધિમંડળે માહિતીના અધિકાર અધિનિયમના અમલીકરણને વધુ મજબૂત બનાવવા માટે કેટલાક રચનાત્‍મક સૂચનો પણ રજૂ કર્યા હતા. જેમાં પારદર્શિતામાં વધારો થાય તે માટે સુનાવણીની કાર્યવાહીનું યુટયુબ મારફતે જીવંત પ્રસારણ (Live Telecast) કરવાની શકયતા અંગે વિચારણા કરવી, માહિતીના અધિકાર અધિનિયમની જોગવાઈઓ અનુસાર યોગ્‍ય કેસોમાં અરજદારોને વળતર (Compensation) આપવું તેમજ માહિતીના અધિકારનો વધુ પડતો ઉપયોગ અથવા કથિત દુરૂપયોગ થતો હોવાના આધારે નાગરિકો પર કોઈ અનાવશ્‍યક પ્રતિબંધો લાદવામાં ન આવે તેનો સમાવેશ થાય છે. રાજ્‍ય મુખ્‍ય માહિતી આયુક્‍ત ડો. સુભાષ સોનીએ આ સૂચનોની નોંધ લીધી હતી.

(2:15 PM IST)