તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
ભારત-પાકિસ્તાન સરહદે સતત ૯માં વર્ષે બાબા ચમલિયાલના મેળામાં 'શક્કર' અને 'શરબત'ની વહેંચણી નહીં થાય: પાક રેન્જર્સને આમંત્રણ અપાયું નથી

જમ્મુ: આગામી ૨૫ જૂનના રોજ રામગઢ સેક્ટરમાં ચામલિયાલ બોર્ડર પોસ્ટ પર યોજાનાર ઐતિહાસિક બાબા ચમલિયાલના મેળામાં સતત ૯મી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે 'શક્કર' (પવિત્ર માટી) અને 'શરબત' (પવિત્ર જળ)ની વહેંચણી નહીં થાય તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. ૭૧ વર્ષ જૂની આ પરંપરા અંતર્ગત બંને દેશોના જવાનો આ પ્રસાદની વહેંચણી કરતા હતા, પરંતુ પાકિસ્તાનની નાપાક હરકતો અને પાક રેન્જર્સના અડિયલ વલણને કારણે આ વર્ષે પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. છેલ્લે ૨૦૧૮માં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં બીએસએફના ચાર જવાનો શહીદ થયા બાદથી આ પરંપરા ખોરવાઈ છે. ત્યારબાદ કોરોના કાળમાં પણ મેળો સ્થગિત રહ્યો હતો. સરહદ પાર રહેતા પાકિસ્તાની શ્રદ્ધાળુઓ માટે ભારતીય સુરક્ષાદળો ટ્રેક્ટર મારફતે પ્રસાદ મોકલતા હતા, પરંતુ ભારત સરકારના આકરા વલણને પગલે પાકિસ્તાની નાગરિકો આ વર્ષે પણ બાબાના પ્રસાદથી વંચિત રહેશે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ, ભારતીય વિસ્તારમાં મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હજારો શ્રદ્ધાળુઓ બાબાની દરગાહ પર માથું ટેકવી રહ્યા છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
