તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
અમરનાથ યાત્રા પૂર્વે જમ્મુ-કાશ્મીર પોલીસની લાલ આંખ: ભાડૂઆતોનું વેરીફીકેશન ન કરાવનાર ૧૯ મકાન માલિકો સામે ગુનો નોંધાયો

જમ્મુ: આગામી અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના ભાગરૂપે જમ્મુ-કાશ્મીર પોલીસે ભાડૂઆતોનું યોગ્ય વેરીફીકેશન ન કરાવતા મકાન અને જમીન માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સાંબા જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૯ જેટલા પ્રોપર્ટી માલિકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બડી બ્રાહ્મણા પોલીસ સ્ટેશનમાં ૧૩ અને સાંબા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ૬ કેસ નોંધવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના કડક આદેશો છતાં, આ માલિકોએ બહારથી આવેલા ભાડૂઆતો કે ઘરેલું કામદારોની માહિતી પોલીસને આપી ન હતી. સાંબાના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસએસપી) અનુજ કુમારે ચેતવણી આપતા જણાવ્યું છે કે, અસામાજિક તત્વો ભાડાના મકાનનો દુરુપયોગ ન કરે તે માટે વેરીફીકેશન અત્યંત જરૂરી છે. જો હજુ પણ માલિકો કાયદાનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે. પોલીસની આ ઝુંબેશથી ભાડૂઆતો રાખીને બેદરકાર રહેતા મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
