News of Tuesday, 16th June 2026
ઓપરેશન ટાઈગર: શિવસેના (યુબીટી)ના ૭ સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાય તે પહેલા અલગ જૂથ બનાવે તેવા એંધાણ
ઉદ્ધવ ઠાકરેએ બોલાવી તાત્કાલિક બેઠક: વાતચીતો અંતિમ તબક્કામાં

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી હિલચાલ અને રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) ના ૭ સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં વિલીનીકરણ કરતા પહેલા પોતાનું એક અલગ જૂથ રચે તેવી પ્રબળ શક્યતા છે.
શિંદે જૂથના એક નેતાના દાવા મુજબ, 'ઓપરેશન ટાઈગર' અંતર્ગત આ ૭ સાંસદો સાથેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે અને આગામી ચોમાસુ સત્ર પહેલા આ તમામ સાંસદો સત્તાવાર રીતે પક્ષપલટો કરીને શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે.
આ ઉપરાંત ૧૬ જેટલા ધારાસભ્યો પણ સંપર્કમાં હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. આ સંભવિત રાજકીય બળવા અને પાર્ટીના મોટા ભંગાણને પગલે શિવસેના (યુબીટી) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની છાવણીમાં ભારે ગભરાટ ફેલાયો છે અને પરિસ્થિતિનો તાગ મેળવવા તેમણે તાત્કાલિક ધોરણે સાંસદોની એક મહત્વની બેઠક બોલાવી છે.
બીજી તરફ શિવસેના (યુબીટી) ના નેતાઓ આ અટકળોને માત્ર અફવા ગણાવી રહ્યા છે
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
