<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતમાં અભૂતપૂર્વ રાજકીય સ્થિરતા: ૧૨ વર્ષમાં અન્ય દેશોમાં અનેક નેતાઓ બદલાયા, ભારતમાં માત્ર એક જ વડાપ્રધાન

૧૨ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન વિશ્વના અનેક મોટા અને વિકસિત દેશોએ ભારે રાજકીય અસ્થિરતા અને સત્તા પરિવર્તનનો સામનો કર્યો

રાજકોટ: વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૬ સુધીના ૧૨ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન વિશ્વના અનેક મોટા અને વિકસિત દેશોએ ભારે રાજકીય અસ્થિરતા અને સત્તા પરિવર્તનનો સામનો કર્યો છે.

આ એક દાયકાથી વધુ સમયમાં વિશ્વ મહાસત્તા અમેરિકામાં ૪ રાષ્ટ્રપતિ બદલાયા છે, જ્યારે એશિયાના પ્રબળ દેશ જાપાનમાં ૪ વડાપ્રધાન, બ્રિટનમાં ૬ વડાપ્રધાન, જર્મનીમાં ૩ ચાન્સેલર, ફ્રાન્સમાં ૨ રાષ્ટ્રપતિ, પાકિસ્તાનમાં ૬ વડાપ્રધાન, કેનેડામાં ૩ વડાપ્રધાન, ઓસ્ટ્રેલિયામાં ૪ અને ઇટાલીમાં ૫ વડાપ્રધાન બદલાઈ ચૂક્યા છે. આ તમામ દેશોની કુલ વસ્તી આશરે ૧૦૬.૩ કરોડ જેટલી થાય છે. તેની સામે ૧૪૦ કરોડની વિશાળ વસ્તી ધરાવતા લોકશાહી દેશ ભારતમાં આ ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન માત્ર એક જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રહ્યા છે.

આ બાબત વડાપ્રધાન દ્વારા મેળવેલા પ્રચંડ જનવિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે. વર્તમાન અશાંત સમયમાં, ખાસ કરીને જ્યારે વિપક્ષી દળો વિદેશી શક્તિઓ સાથે મળીને સત્તા પરિવર્તન માટે કથિત રીતે કામ કરી રહ્યા હોય ત્યારે, દેશને રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સુરક્ષા પ્રદાન કરવી જરા પણ આસાન નથી.

(9:38 PM IST)