હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક અહેવાલ: દેશની માલસામાન નિકાસમાં ૧૮ ટકાનો જંગી ઉછાળો
મે મહિનામાં નિકાસ ૪૫.૨૦ અબજ ડોલરની ઐતિહાસિક સપાટીને પાર

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ભારતીય અર્થતંત્રના મોરચે અત્યંત પ્રોત્સાહક અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, મે મહિનામાં ભારતની માલસામાનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૮ ટકાનો મોટો વધારો નોંધાયો છે, અને નિકાસનો આંકડો વધીને ૪૫.૨૦ અબજ ડોલર પર પહોંચી ગયો છે જે અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ માસિક આંકડો છે.
આ શાનદાર વૃદ્ધિમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પેદાશો, એન્જિનિયરિંગ સામાન અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો સૌથી મોટો સિંહફાળો રહ્યો છે.
આંકડાઓ મુજબ પેટ્રોલિયમ નિકાસમાં આશરે ૫૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ભારતની મોટી નિકાસ કેટેગરી એવા એન્જિનિયરિંગ સામાનમાં પણ ૨૪.૫ ટકાની વૃદ્ધિ થઈ છે.
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય નિકાસકારોની આ સ્પર્ધાત્મકતા દેશના મજબૂત ઔદ્યોગિક માળખાની સાબિતી આપે છે.
જોકે, ક્રૂડ ઓઇલ અને કાચા માલની આયાત વધવાથી ભારતનું કુલ આયાત બિલ પણ ૭૩.૪૧ અબજ ડોલરને પાર પહોંચ્યું છે, પરિણામે વેપાર ખાધમાં વધારો જોવા મળ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
