<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

પાંચ મહિના પછી ખૂલ્‍યાં ભીમાશંકર જ્‍યોતિર્લિંગનાં દર્શન

ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરાવ્‍યા વગર પહોંચેલા ભાવિકોએ પાછા જવું પડયું

નવી દિલ્‍હી,તા.૧૭: ૧૨ જ્‍યોતિર્લિગમાંના એક ભીમાશંકર મહાદેવ મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે. છેલ્‍લા પાંચ મહિનાથી ભક્‍તો માટે દર્શન બંધ રાખવામાં આવ્‍યાં હતાં જે ૧૫ જૂનથી ફરી શરૂ કરવામાં આવ્‍યાં છે. પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્‍યામાં દર્શન કરવા ઊમટી પડ્‍યા હતા.

રોજ ફક્‍ત સવારના સાતથી ૧૧ વાગ્‍યા સુધી જ દર્શન ચાલુ રખાશે અને એ પછી ફરી રિનોવેશનનું કામ ચાલુ રહેશે. ઑનલાઇન રજિસ્‍ટ્રેશન કર્યું હશે તેમને જ દર્શન કરવા દેવાનું ફરજિયાત કરવામાં આવ્‍યું છે અને ૧૫થી ૩૦ જૂન સુધી ફક્‍ત ૧૦૦૦ ભાવિકોનાં દર્શનની પરવાનગી અપાઈ છે. એથી ૧૦૦૦ ભક્‍તો જેમનું રજિસ્‍ટ્રેશન થયું હતું તેમને દર્શન કરવા મળ્‍યાં હતાં. બાકીના ૭૦૦થી ૮૦૦ ભાવિકો જેમાં કેટલાક રાજકારણીઓ પણ દર્શન કરવા પહોંચી ગયા હતા પણ તેમણે રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું નહોતું તેમને દર્શન કરવા મળ્‍યાં નહોતાં. દર્શન માટે એક જ લાઇન રાખવામાં આવી હતી અને સ્‍ત્‍ભ્‍ દર્શન કે પાસ સાથેનાં દર્શન એવો બીજો કોઈ પણ વિકલ્‍પ રાખવામાં આવ્‍યો નથી. પાર્કિગ-પ્‍લોટ નંબર ૨ અને ૪માં ઑનલાઇન બુકિગ છે કે નહીં એ ચેક કર્યા પછી જ ભાવિકોને લાઇનમાં ઊભા રહેવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.

પાર્કિગથી મંદિર સુધી એકથી દોઢ કિલોમીટર ચાલીને જવું પડતું હોવાથી સિનિયર સિટિઝનો, મહિલાઓ અને બાળકોને મુશ્‍કેલી પડી રહી હતી એટલે તેમના માટે કોઈ અલગ વ્‍યવસ્‍થા કરવાનું સૂચન ભાવિકો દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(9:53 AM IST)