તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 17th June 2026
ઓડિટ સાથે આઈટી રિટર્ન ફોર્મના હજુ સુધી ઠેકાણા નથી
આઇટીના અન્ય તમામ ફોર્મ બહાર પડયા

મુંબઇ,તા.૧૭: ઈન્કમટેક્સમાં ઓડિટ સાથેનું રિટર્ન ભરવા માટે ફોર્મ નંબર ૩ જરૂરી હોય છે. આ ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો ભરવામાં આવ્યા બાદ સીએનો ઓડિટ રિપોર્ટ પર તેની સાથે રજૂ કરવાનો હોય છે. ત્યારબાદ જ રિટર્ન ભરાતું હોય છે. પરંતુ હજુ સુધી આઈટીઆર માટેનું ફોર્મ નંબર ૩ બહાર પાડવામાં આવ્યું નથી.
૧.૫૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારે ઓડિટ સાથેનું રિટર્ન ભરવાનો નિયમ છે. આ નિયમની સાથે આઇટીઆરમાં ફોર્મ નંબર ૩ ભરવાનું હોય છે. જોકે તેની મુદત ૩૧ ઓક્ટોબર હોવાના કારણે
હાલમાં કરદાતાઓ પાસે પુરતો સમય છે. પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેના ફોર્મ નંબર ૧, ૨ અને ચાર બહાર પાડી દેવામાં આવ્યા છે. તેમજ ટીડીએસની વિગતો પણ પોર્ટલ પર દેખાવા માંડી હોવાના લીધે રિટર્ન ભરવાની પણ શરૂઆત અનેક કરદાતાઓએ કરી દીધી છે. જ્યારે આઈટીઆરમાં ફોર્મ નંબર ૩ હજુ બહાર પાડવામાં નહીં આવતા હવે કેટલાક કરદાતા તેના ફોર્મની રાહ જોઈને બેઠા છે. તે માટેનું કારણ એવું પણ છે કે આ ફોર્મ બહાર પાડી દેવામાં આવે તો સીએ લોકો તેના આધારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. આ માટે ફોર્મ ઝડપથી બહાર પડે તે જરૂરી છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
