News of Tuesday, 4th August 2026
દિલ્હી, યુપી અને બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી; નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા
આગામી 7 દિવસો દરમિયાન પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી: પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ફરી મુશ્કેલી વધારી શકે

દેશમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બગડવા જઈ રહ્યો છે. કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા આવતીકાલ એટલે કે 4 ઓગસ્ટ 2026 માટે એક નવું અને મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના 17 જેટલા રાજ્યોમાં આગામી 13 કલાકમાં મુશળધાર વરસાદ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ભયંકર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળશે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ શકે છે. પર્વતીય રાજ્યોમાં પણ મેઘરાજા કહેર વર્તાવી શકે છે અને બિહાર-યુપીની નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થઈ શકે છે.
આગામી 7 દિવસો દરમિયાન પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ફરી મુશ્કેલી વધારી શકે છે, જ્યારે દક્ષિણ ભારતમાં કેરળ અને તમિલનાડુ માટે પણ એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. માછીમારો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવા જણાવાયું છે.
દિલ્હી (મધ્યમ વરસાદની ચેતવણી): 4 ઓગસ્ટે દિલ્હીમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
