<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

હવે ઝારખંડમાં પેપર-લીક મુદ્દે હજારો વિદ્યાર્થીઓ રસ્‍તા પર

સ્‍ટાફ સિલેક્‍શન કમિશન (JSSC) પરીક્ષાના પેપર-લીકના વિરોધમાં કેન્‍ડલ-માર્ચઃ મુખ્‍ય પ્રધાન હેમંત સોરેનના રાજીનામાની માગણી

રાંચી,તા.૦૪: નવી દિલ્‍હીના જંતર મંતરમાં નેશનલ એલિજાિબિલિટી કમ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ-અન્‍ડરગ્રેજ્‍યુએટ (NEET-UG) પેપર-લીકના મુદ્દે વિરોધ બાદ હવે ઝારખંડમાં પેપર-લીક અને પરીક્ષામાં ગેરરીતિઓ સામે હજારો વિદ્યાર્થીઓએ રસ્‍તા પર ઊતરી આવીને વિરોધ નોંધાવ્‍યો છે. રાજ્‍યના પાટનગર રાંચીમાં વિદ્યાર્થીઓએ ઝારખંડ પબ્‍લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્‍ટાફ સિલેક્‍શન કમિશન (JSSC) પરીક્ષાના પેપર-લીકના વિરોધમાં કેન્‍ડલ-માર્ચ કાઢી હતી અને મુખ્‍ય પ્રધાન હેમંત સોરેનના રાજીનામાની માગણી કરી હતી.

આ આંદોલનને કારણે ઝારખંડમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. JPSC અને JSSC કેન્‍ડિડેટ્‍સ જસ્‍ટિસ ફોરમના બેનર હેઠળ પચીસમી જુલાઈથી રાંચીની બાપુવાટિકા ખાતે વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે અને રાજ્‍યભરના ઉમેદવારો અને કોચિગ સંસ્‍થાઓ તરફથી એને સમર્થન મળી રહ્યું છે. નવી દિલ્‍હીમાં જંતર મંતર ખાતે થયેલા મોટા વિરોધ-પ્રદર્શન બાદ વિદ્યાર્થી જૂથ જેન-ઝી દ્વારા જો તેમની માગણીઓ પૂરી ન થાય તો અનિヘતિ સમય માટે ભૂખહડતાળની અને ૬ ઑગસ્‍ટે ઝારખંડ વિધાનસભા તરફ કૂચ કરવાની તૈયારી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓનો વિરોધ શા માટે?

 JPSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા.

 સેન્‍ટ્રલ બ્‍યુરો ઑફ ઇન્‍વેસ્‍ટિગેશન (CBI) દ્વારા તપાસની માગણી, માત્ર ક્રાઇમ ઇન્‍વેસ્‍ટિગેશન ડિપાર્ટમેન્‍ટ

(CID)ની તપાસ અપૂરતી છે.

 ભરતી ભ્રષ્ટાચારમાં કથિત રીતે સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી.

 ભરતી-પ્રક્રિયાઓ સમયબદ્ધ પૂરી કરવી.

 ભવિષ્‍યની સરકારી ભરતીઓમાં વધુ પારદર્શિતા.

૧૪મી JPSC પરીક્ષામાં કથિત ગેરરીતિઓ વિશે વિરોધ-પ્રદર્શનનો એક વિડિયો શેર કરીને ગ્‍થ્‍ભ્‍ના નેતા અમિત માલવિયાએ સવાલ કર્યો હતો કે ‘રાહુલ ગાંધી, અરવિદ કેજરીવાલ, અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા ક્‍યાં છે? વિરોધ-પ્રદર્શનોમાં પેપર-લીક, બ્‍પ્‍ય્‍ શીટમાં છેડછાડ અને ભ્રષ્ટાચારનો આરોપ છે. દિલ્‍હીમાં વિદ્યાર્થીઓના નામે રસ્‍તા પર ઊતરનારાઓ આજે કેમ ચૂપ છે?'

પોતાની પોસ્‍ટમાં અમિત માલવિયાએ લખ્‍યું હતું કે ‘રાંચીમાં વિદ્યાર્થીઓને પ્રશાસન તંબુ લગાવવાની પણ મંજૂરી આપી રહ્યું નથી. દિલ્‍હીમાં જે બન્‍યું એ વિદ્યાર્થીઓના હિત માટે લડાઈ નહોતી, પરંતુ વિદ્યાર્થીઓના નામે રાજકારણ હતું. આજે ઝારખંડ, પંજાબ અને કર્ણાટક વિશે વિપક્ષનું મૌન પણ રાજકારણ છે.

ઝારખંડમાં વિદ્યાર્થીઓ માટે ભૂખ હડતાળ પર બેઠેલાં દેવેન્‍દ્રનાથ મહતો કોણ છે?

રાંચી,તા.૦૪: ઝારખંડ પબ્‍લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્‍ટાફ સિલેક્‍શન કમિશન (JSSC)ની સરકારી ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીક સામે વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્‍યું છે. આ સમગ્ર આંદોલનનો મુખ્‍ય ચહેરો જાણીતા વિદ્યાર્થી નેતા દેવેન્‍દ્રનાથ મહતો બન્‍યા છે. તેમણે રાંચીના જયપાલ સિહ મુંડા સ્‍ટેડિયમ ખાતે અચોક્કસ મુદતના ભૂખ હડતાળની જાહેરાત કરી છે. ક્‍લાઇમેટ એક્‍ટિવિસ્‍ટ સોનમ વાંગચુકના તાજેતરના સત્‍યાગ્રહ બાદ હવે ઝારખંડમાં શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શને રાષ્ટ્રીય સ્‍તરે ધ્‍યાન ખેંચ્‍યું છે.

ભૂખ હડતાળના બીજા દિવસે એક સંદેશમાં દેવેન્‍દ્રનાથ મહતોએ જણાવ્‍યું કે, ‘‘શરીરમાં નબળાઈ આવી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓને ન્‍યાય અપાવવાનો મારો સંકલ્‍પ પહેલાં કરતાં વધુ મજબૂત છે. આ લડાઈ મારી વ્‍યક્‍તિગત નથી, પરંતુ ઝારખંડના લાખો યુવાનોના ભવિષ્‍ય માટેની છે.''

રાંચીના ગ્રામીણ વિસ્‍તારમાંથી આવતા દેવેન્‍દ્ર નાથ મહતોએ ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી સંસ્‍કૃત તેમજ કુડમાલી ભાષામાં બે માસ્‍ટર્સ ડિગ્રી મેળવી છે અને ગ્‍.ચ્‍ફુ. કરેલું છે. ૨૦૧૫થી જ વિદ્યાર્થીઓના મુદ્દાઓ, સ્‍કોલરશિપ, પેપર લીક અને ભરતીના નિયમો માટે લડતા રહ્યા છે. છઠ્ઠી JPSC પરીક્ષાના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે માતા ગુમાવ્‍યા હતા. ૨૦૨૪ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેમણે તામર (Tamar) બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી.

(9:59 AM IST)