News of Tuesday, 4th August 2026
દાવાનળ બુઝાવી રહેલાં બે હેલિકોપ્ટર ટકરાયાં: બેનાં મોત
ફ્રાન્સ-સ્પેનમાં ૩ લાખ લોકો ઘર છોડવા મજબૂરઃ ગ્રીસ પર સંકટ

ગ્રીસ તા.૪: સમગ્ર યુરોપ પર દાવાનળનું સંકટ વધારે ઘેરું બની રહ્યું છે. ફ્રાન્સ અને સ્પેન બાદ હવે ગ્રીસમાં અગનજ્વાળાઓ ભભૂકી રહી છે. પヘમિ એથેન્સના પોર્ટો જેરમેનો વિસ્તારમાં દાવાનળ ઠારવવા માટે ઊડાન ભરનારા બે હેલિકોપ્ટ હવામાં ટકરાયા છે. બંને હેલિકોપ્ટરમાં બે-બે ક્રૂ સભ્ય હતા. ગ્રીસ સરકારે ચારેય ક્રૂ સભ્યો માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
પવનની દિશામાં દાવાનળ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેને રોકવાના પ્રયાસ ખાસ અસરકારક રહ્યા નથી. તીવ્ર પવનના કારણે એથેન્સ પ્રાંતનાં ઘણાં વિસ્તાર અગનજ્વાળાની ઝપટમાં આવી ગયા છે અને લોકોને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. પેરિસ કરતાં ચાર ગણા મોટા વિસ્તારમાં લાગેલી આગનો મુકાબલો ફ્રાન્સે કરેલો છે અને સ્પેનમાં પણ આગ પ્રસરતી અટકી છે. હવે દાવાનળનું જોખમ ગ્રીસ પર વધ્યું છે. એથેન્સના પヘમિ એટ્ટિકા વિસ્તારમાં આગના કારણે હેલિકોપ્ટરો પાણી ભરવા માટે દરિયા સુધી પણ પહોંચી શકતા નથી. અગાઉ ૨૦૧૮માં લાગેલા દાવાનળે યુરોપમાં ૧૦૪ જીવ લીધા હતા.
ફ્રાન્સમાં લાગેલી આગના કારણે ૨.૨૪ લાખ લોકોને નાસવાની ફરજ પડી હતી. ફ્રાન્સમાં હજુ પણ ૪૨૦ ચોરસ કિમી વિસ્તારમાં આગ બેકાબૂ છે અને તેને બુઝાવવા ૩,૦૦૦ ફાયર ફાઈટર્સ કવાયત કરી રહ્યા છે. ફ્રાન્સ અને સ્પેનમાં લાગેલી આગના કારણે એકંદરે ત્રણ લાખથી વધુ લોકો ઘર વિહોણા થયા છે. અગાઉ વર્ષ ૨૦૨૫માં યુરોપના ૧૦,૦૦૦ ચોરસ કિમી વિસ્તારમાં આગ લાગી હતી. છેલ્લા ચાર દાયકા દરમિયાન જંગલોથી શરૂ થયેલી આગના કારણે યુરોપમાં ૮૦૦થી વધુ મોત થયે
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
