તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
બાર કાઉન્સિલો 'પુરુષોની ક્લબ' બની ગઈ છે, તેમનો એકાધિકાર તોડવો જ પડશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, રાજ્ય બાર કાઉન્સિલમાં બે મહિલા સભ્યોની નિમણૂક ફરજિયાત!
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો દરેક સ્ટેટ બાર કાઉન્સિલમાં નોમિનેટ કરશે મહિલા પ્રતિનિધિ: જસ્ટિસ સુધાંશુ ધુલિયા કમિટી કરશે ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા!

નવી દિલ્હી : દેશની તમામ બાર કાઉન્સિલોમાં મહિલાઓના સમાન પ્રતિનિધિત્વને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ આપ્યો છે. બાર કાઉન્સિલોની કામગીરી અને ચૂંટણી પ્રક્રિયામાં પુરુષોના વર્ચસ્વ પર કડક ટિપ્પણી કરતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે બાર કાઉન્સિલો હવે "પુરુષોની ક્લબ" જેવી બની ગઈ છે અને તેમના આ એકાધિકારને સંપૂર્ણપણે તોડી પાડવો જરૂરી છે. કોર્ટે તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પોતપોતાના રાજ્યની બાર કાઉન્સિલમાં બે મહિલા સભ્યોને મનોનિત (Co-opt) કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટના CJ બે મહિલા સભ્યોની કરશે પસંદગી
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનીની ખંડપીઠે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને વિવિધ રાજ્યોની બાર કાઉન્સિલની ચૂંટણીઓ સંબંધિત અરજીઓની સુનાવણી કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો છે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો દરેક રાજ્ય બાર કાઉન્સિલમાં બે તટસ્થ મહિલા સભ્યોની નિમણૂક કરશે. જેમાં એક હાઈકોર્ટના ભૂતપૂર્વ મહિલા ન્યાયાધીશ અને બીજા વરિષ્ઠ મહિલા વકીલ હશે, જેથી બારમાં તટસ્થતા અને યોગ્ય પ્રતિનિધિત્વ જાળવી શકાય.
નિષ્ફળ મહિલા ઉમેદવારો પણ થઈ શકશે સામેલ
કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેલા અને સંપૂર્ણપણે સ્વતંત્ર હોય તેવા સભ્યોને જ આ મનોનયન પ્રક્રિયામાં સ્થાન આપવામાં આવશે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ મહિલા ઉમેદવાર રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીમાં હારી ગઈ હોય, તો પણ તેને આ કો-ઓપ્શન પ્રોસેસમાંથી ગેરલાયક ઠેરવવામાં આવશે નહીં. હાલની યોજના મુજબ બાર કાઉન્સિલમાં મહિલાઓ માટે ૩૦ ટકા પ્રતિનિધિત્વ નક્કી કરાયું છે, જેમાં ૨૦ ટકા સીધી ચૂંટણી દ્વારા અને ૧૦ ટકા કો-ઓપ્શન દ્વારા ભરવાની જોગવાઈ છે.
જસ્ટિસ સુધાંશુ ધુલિયા સમિતિ કરશે વોટિંગ સિસ્ટમ પર પુનર્વિચાર
મહિલા ઉમેદવારો માટે ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિ નક્કી કરવાના જટિલ મુદ્દાને સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સુધાંશુ ધુલિયાના નેતૃત્વ હેઠળની ઉચ્ચ-સ્તરીય સુપરવાઇઝરી સમિતિને સોંપ્યો છે. આ સમિતિ વકીલો અને બારના સભ્યો પાસેથી જરૂરી સૂચનો મેળવશે અને મૌખિક સુનાવણી બાદ મતદાન પદ્ધતિ અંગે નવેસરથી સમીક્ષા કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
