હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જંતર-મંતર હિંસા પાછળ મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું: હિંસા ભડકાવવા વિદેશી બોટ નેટવર્ક અને ફેક એકાઉન્ટ્સનો ઉપયોગ : દિલ્હી પોલીસનો ધડાકો
NEET પેપર વિરોધ દરમિયાન CJP ના પ્રદર્શનમાં ભડકાઉ સામગ્રી વાયરલ કરવા માટે રચાયું ડિજિટલ નેટવર્ક : સાયબર સેલે મેટા, ગૂગલ અને X પાસે માગ્યા IP એડ્રેસ તથા યુઝર ડેટા

નવી દિલ્હી : પાટનગર દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર મામલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા પાછળ એક મોટું આંતરરાષ્ટ્રીય ડિજિટલ કાવતરું સામે આવ્યું છે. દિલ્હી પોલીસની સાયબર અને ફોરેન્સિક ટીમની ઊંડી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દેશમાં અરાજકતા અને હિંસા ભડકાવવા માટે સોશિયલ મીડિયા પર હજારો બોગસ (નકલી) એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નકલી એકાઉન્ટ્સ દ્વારા અત્યંત ભડકાઉ વિડીયો, પોસ્ટ્સ અને રીલ્સ વાયરલ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦ જુલાઈથી ૨૩ જુલાઈ દરમિયાન સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રીને ખૂબ જ ટૂંકા સમયમાં કરોડો લોકો સુધી પહોંચાડવા માટે શંકાસ્પદ 'વિદેશી બોટ નેટવર્ક' નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઓટોમેટેડ બોટ્સનો ઉપયોગ કરીને એક ચોક્કસ નેરેટિવ બનાવવાનો અને વિરોધ પ્રદર્શનને હિંસક રૂપ આપવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. વિદેશી સર્વર્સ દ્વારા ચાલતા આ બોટ્સની મદદથી સેકન્ડોમાં હજારો ફેક એકાઉન્ટ્સ પરથી એકસાથે કન્ટેન્ટ શેર કરવામાં આવતું હતું.
આ સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા અને તેની પાછળ રહેલા માસ્ટરમાઇન્ડ્સ તથા સંગઠનોને ખુલ્લા પાડવા માટે દિલ્હી પોલીસે ડિજિટલ પ્લેટફોર્મ્સ જેવા કે મેટા , ગૂગલ અને X (ટ્વિટર) નો સંપર્ક સાધ્યો છે. પોલીસે આ કંપનીઓ પાસે શંકાસ્પદ એકાઉન્ટ્સના IP એડ્રેસ, સર્વર લોગ્સ અને ડિજિટલ રેકોર્ડ્સની માંગ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ વિદેશી બોટ નેટવર્કને ઓપરેટ કરવા માટે ફંડિંગ ક્યાંથી આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
