તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
હિમાચલ પ્રદેશના નાહાન સહિત સમગ્ર સિરમોર જિલ્લામાં મુસળધાર વરસાદ ચાલુ
નિચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું: તંત્ર દ્વારા નદીકિનારે રહેતા લોકોને સાવચેત રહેવાની અને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ

હિમાચલ પ્રદેશના નાહાન સહિત સમગ્ર સિરમોર જિલ્લામાં મુસળધાર વરસાદ ચાલુ રહ્યો છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વિસ્તારની મુખ્ય નદીઓ અને સ્થાનિક નાળાઓમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે. જળસ્તર વધતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નિચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. તંત્ર દ્વારા નદીકિનારે રહેતા લોકોને સાવચેત રહેવાની અને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને નદી-નાળાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
