<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

આ વર્ષે મઘા નક્ષત્ર સાથે શ્રાવણ માસ શરૂ થશે

તા. ૧૩મીથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે : બમ-બમ બોલે, જય ભોલેનો નાદ ગુંજશે

નવી દિલ્‍હી તા.૫:  આ વર્ષમા પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. જે સાથે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો પવિત્ર શ્રાવણ મહિનો તા.૧૩મી ઓગસ્‍ટથી પ્રારંભાશે. ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવજી પૃથ્‍વી લોકમાં વસતા હોવાની લોકવાયકા છે. જેથી, શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્‍તિ કરવાથી પરમકૃપા પાપ્ત થાય છે. શિવજી આરોગ્‍ય અને ઉર્જા સહિત આત્‍મવિશ્વાસના કારક છે. શિવભક્‍તિથી મનુષ્‍ય જીવનમાં કષ્ટ, ઉપદ્રવ, સંતાન સંબંધી પીડા, દરિદ્રતા અને ગૃહોના અશુભફળમાંથી રાહત મળે છે. અત્‍યાધુનિક જમાનામાં મનુષ્‍ય જીવનમાં ઘણા રોગ જોવા મળે છે. અલબત્ત, શિવજી આરોગ્‍યના દાતા હોઈ ગંગાજળમાં એક ડાભ મૂકી અર્પણ કરવાથી રાહત મળે છે. દૂધ અને સાકરથી વિદ્વાન બાહ્મણો પાસે રુદ્ર અષ્ટાધ્‍યાય સહિત પૂજન-અર્ચન-અભિષેક કરાવવાથી પણ લાભ મળે છે. ઉલ્‍લેખનીય છે કે સિંહ અને ધન રાશિના જાતકોને શનિની નાની પનોતી છે. જ્‍યારે, કુંભ, મીન અને મેષ રાશિના જાતકોને શનિની સાડાસાતી છે. જેથી ભગવાન શિવજીને અભિષેક કરતી વખતે મહામૃત્‍યુંજય મંત્ર કે ઓમ્‌ નમઃ શિવાય મંત્ર બોલીને અભિષેક કરવો ખૂબ જ લાભકારી નિવડશે

માટીથી બનાવેલ શિવલિગનું પૂજન કરવું

શ્રાવણ માસમાં ખાસ કરીને શિવ અભિષેક પૂજન-અર્ચન, લઘુરુદ્ર, હોમાત્‍મક લઘુરુદ્ર, સવા લક્ષ્ય બિલ્‍વપત્ર, પાર્થેશ્વર ચિંતામણી(માટીના શિવલિગ બનાવી વિદ્વાન ભૂદેવો થકી નિત્‍ય પૂજન કરી વિસર્જિત કરવાથી ચિંતા, બાધા, ઉપદ્રવમાંથી રાહત મળે છે. શાષામાં લખ્‍યું છે કે કળિયુગમાં માટીથી બનાવેલ શિવલિગનું પૂજન કરવાથી વિશેષ લાભ આપે છે.

(10:52 AM IST)