<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ભારતીય સહિત ૨૫ લોકોની અમેરિકન નાગરિકતા રદ

યુએસ ડિપાર્ટમેન્‍ટ ઓફ જસ્‍ટિસની કાર્યવાહી : ૬૫ વર્ષનાં નરિદર સિંહ સામે અમેરિકામાં પ્રવેશ મેળવવા નકલી ઓળખ દર્શાવવા બદલ કેસ

વોશિંગ્‍ટન, તા. ૫: ખોટી ઓળખ બતાવવાથી લઈને હત્‍યાનો પ્રયત્‍ન અને બાળકોનાં જાતીય શોષણ જેવા અપરાધો માટે ૨૫ લોકોની અમેરિકન નાગરિકતા રદ કરવામાં આવી છે તેમાં ભારતીય મૂળનો એક શખ્‍સ પણ સામેલ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્‍યું છે.

યુએસ ડિપાર્ટમેન્‍ટ ઓફ જાસ્‍ટિસે ૬૫ વર્ષનાં નરિદર સિહની વિરુદ્ધ અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે નકલી ઓળખ દર્શાવવા બદલ કેસ દાખલ કર્યો છે.

ન્‍યાય વિભાગનાં જણાવ્‍યા અનુસાર સિહે ૧૯૯૬થી અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે બે ઓળખનો ઉપયોગ કર્યો હતો અને ૧ મે, ૨૦૦૮નાં રોજ અમેરિકન નાગરિક બની ગયો હતો.

ફરિયાદમાં તેમના અનેક ખોટા નિવેદનો અને ગેરકાયદે કામો માટે સાત આરોપ મૂકવામાં આવ્‍યા છે જે તેમના નૈતિક ચરિત્રને ખરાબ કરે છે.

જે ૨૫ લોકો સામે અમેરિકન નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં પાકિસ્‍તાન મૂળનાં બે લોકો જિયા મુરાદ ભટ્ટી અને મોહંમદ વસીહનો સમાવેશ થાય છે. તેમના પર ખોટી ઓળખ બતાવવાનો આરોપ છે.

કાર્યકારી એટર્ની જનરલ ટોડ બ્‍લેન્‍ચે સોમવારે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે અમેરિકન નાગરિકતા અમારા દેશનાં સૌથી મોટા વિશેષ અધિકારોમાંથી એક છે અને તેને કાયદાકીય અને પ્રામાણિક્‍તાપૂર્વક પ્રાપ્ત કરવો જોઈએ.

જે ૨૫ વ્‍યક્‍તિઓ સામે અમેરિકાની નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે ૧૭ દેશોમાંથી આવેલા છે. આ ૧૭ દેશોમાં પાકિસ્‍તાન, મોલ્‍દોવા, ભારત, મેક્‍સિકો, કોલંબિયા, નાઈજાિરિયા, લાઇબેરિયા, ધાના, જમૈકા, તાઈવાન, હોંડુરાસ, કેમરૂન, જોર્ડન, ક્‍યુબા, અલ સલ્‍વાડોર, હૈતી અને સ્‍વીડનનો સમાવેશ થાય છે.

(10:52 AM IST)