<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

જયપુરમાં શ્વાનો માટે બન્‍યો ૩૨ સ્‍ક્‍વેર ફુટનો પીત્‍ઝા

અનોખી પહેલમાં પાલતુ અને રખડતા કૂતરાઓને પણ પિઝ્‍ઝા ખવડાવવામાં આવ્‍યો

જયપુર તા.૫: પાળેલાં પ્રાણીઓ માટેનું માર્કેટ હવે દિવસે ન વધે એટલું રાતે વધી રહ્યું છે. તાજેતરમાં જયપુરમાં યોજાયેલી ઇન્‍ટરનેશનલ ડોગ બાઝાર નામની ઇવેન્‍ટમાં એનો પરચો જોવા મળ્‍યો હતો. આ ઇવેન્‍ટને જયપુર મ્‍યુનિસિપલ કોર્પોરેશને પણ સપોર્ટ કર્યો હતો. આ ઇવેન્‍ટમાં જાતજાતની પેટ પ્રોડક્‍ટ્‍સનો મેળાવડો હતો. જાતજાતની પ્રોડક્‍ટ્‍સની સાથે અહીં ડોગીઝને ખાવાપીવાનો જલસો પડી જાય એવા સ્‍ટોલ્‍સ પણ હતા. ‘ધ પોફી હાઉસ' નામની એક કંપનીએ ખાસ શ્વાનોને માફક આવે એવો પીત્‍ઝા બનાવ્‍યો હતો. ૩૨ સ્‍ક્‍વેરફુટનો ચોરસ પીત્‍ઝા બનાવવા માટે લગભગ અડધો ડઝન શેફ કામે લાગ્‍યા હતા. ભારતમાં આ પહેલાં શ્વાનો માટે કોઈ વાનગી મોટી માત્રામાં બનાવવાનો રેકોર્ડ બન્‍યો નથી. આ ઇવેન્‍ટમાં અનેક પાળેલાં ડોગીઓ તેમ જ રખડુ કૂતરાઓને આ પીત્‍ઝા પ્રાણીપ્રેમીઓએ પોતાના હાથે ખવડાવ્‍યો હતો.

 

(10:55 AM IST)