<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

નરેન્‍દ્રભાઈ પરંપરાગત પાઘડી પહેરાવીને સન્‍માન કરતા અર્જુનભાઈ

પોરબંદરઃ દિલ્‍હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી  સાથે રાજ્‍યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરીને પોરબંદરમાં રૂ.૨૭,૫૦૦ કરોડના મૂડીરોકાણથી મેગાશિપ બિલ્‍ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ આભાર માન્‍યો હતો.અને પરંપરાગત પાઘડી પહેરાવી તેમજ સાલ અર્પણ કરીને સન્‍માન કર્યું હતું.મુલાકાત દરમિયાન અર્જુનભાઈએ પોતાના વિભાગની કામગીરી અંગે  વિસ્‍તુત માહિતી આપી હતી.આ ઉપરાંત પોરબંદર જિલ્‍લામાં થઈ રહેલા વિકાસના કામો બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ પરેશ પારેખ-પોરબંદર)

(11:42 AM IST)