News of Wednesday, 5th August 2026
૫ ઓગસ્ટ ૨૦૧૯... જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઐતિહાસિક નિર્ણયઃ કલમ ૩૫ એ પણ અમલમાંથી દુર કરાઈ
અશકય ને જાણે શકાય કરી બતાવ્યું મોદી સરકારે એક દેશ એક બંધારણ નો સિદ્ધાંત અમલમાં: સમગ્ર દેશમાં હવે એક જ ધ્વજ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજે ૫ મી ઓગસ્ટ ઐતિહાસીક દિવસ.... ભારત ના સંસદીય બંધારણીય ઇતિહાસ માં એક મહત્વ પૂર્ણ મોરચા તરીકે નોંધાયો,અને ૫ મી ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ કેન્દ્ર સરકારે
જમ્મુ-કાશ્મીર ને મળેલો વિશેષ દરજ્જો આપતી ભારતીય બંધારણની કલમ ૩૭૦ને નિષ્ક્રિય (Inoperative) કરવાની જાહેરાત કરી ,સાથે જ કલમ 35 A પણ અમલમાં થી દૂર થઈ અને જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખ બનાવી પોતાનું વચન પાળ્યું.
માત્ર ભારત માં જ નહીં વિશ્વ ના અનેક દેશોમાં ચકચાર મચી ગઈ, જાણે અશકય ને શકાય કરી બતાવ્યું નરેન્દ્રભાઇ મોદી અને અમીત શાહે, લાખો ભારતીયો માનવા લાગ્યા કે નહી માનવું પડે જે કહ્યું હતું એ કરી બતાવ્યું, આ વેળા એ સામાન્ય નાગરીક તરીકે સૌ ને સવાલ થાય કે શું હતી આ કલમ ૩૭૦.....?? આવો આપણે જોઈએ, કલમ ૩૭૦ ભારતીય બંધારણ માં એક કામચલાઉ જોગવાઈ તરીકે સામેલ કરવામાં આવી હતી , તેના કારણે જમ્મુ-કાશ્મીરને વિશેષ સ્વાયત્તતા પ્રાપ્ત હતી , જેના મુખ્ય મુદ્દા સમજીએ તો જમ્મુ- કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ હતું , રાજ્ય નો અલગ ધ્વજ હતો ,સંસદ ના ઘણા કાયદા રાજ્ય સરકારની સંમતિ વિના સીધા લાગુ થતા ન હતા , સંરક્ષણ, વિદેશ નીતિ અને સંચાર સિવાયના ઘણા વિષયોમાં રાજ્યને વિશેષ અધિકારો હતા.
૫ ઓગસ્ટ મી ૨૦૧૯ના રોજ કેન્દ્ર ના તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ એ રાજ્યસભા માં ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કર્યો , જેમાં રાષ્ટ્રપતિના આદેશ દ્વારા કલમ ૩૭૦ ને નિષ્ક્રિય કરવામાં આવી , કલમ 35A પણ અમલમાં થી દૂર થઈ , જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ રજૂ કરવામાં આવ્યો.
રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો, જમ્મુ-કાશ્મીર (વિધાનસભા સાથે) અને લદ્દાખ (વિધાનસભા વગર)
રાજ્યસભા એ ૫ ઓગસ્ટે પ્રસ્તાવ મંજૂર કર્યો , લોકસભા એ ૬ ઓગસ્ટે તેને બહુમતીથી મંજૂરી આપી , ત્યારબાદ રાષ્ટ્રપતિ ની મંજૂરી સાથે નિર્ણય અમલમાં આવ્યો, જોકે આ નિર્ણય પહેલા સરકારે કાશ્મીર તમામ સુરક્ષા પગલા લીધા હતા, વધારા ના સુરક્ષા દળો ની તૈનાતી કરવામાં આવી હતી, શાળા ઓ અને કોલેજો બંધ રાખવામાં આવ્યા હતા, મોબાઇલ, ઇન્ટરનેટ અને અન્ય સંચાર સેવાઓ પર અસ્થાયી પ્રતિબંધ મૂકાયો હતો, કેટલાક રાજકીય નેતાઓ ને નજરકેદ કરવામાં આવ્યા હતા, કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે દેશ માં એક દેશ એક બંધારણનો સિદ્ધાંત સંપૂર્ણ રીતે અમલમાં આવશે, તમામ કેન્દ્રીય કાયદા અને કલ્યાણકારી યોજનાઓ જમ્મુ-કાશ્મીરમાં સીધી લાગુ થશે,રોકાણ, રોજગાર અને વિકાસને પ્રોત્સાહન મળશે, મહિલા ઓ, અનુસૂચિત જાતિ-જનજાતિ અને અન્ય વંચિત વર્ગોને સમાન અધિકારો મળશે.
આ નિર્ણય ને લઈને દેશભરમાં વિવિધ રાજકીય પક્ષોએ અલગ-અલગ અભિપ્રાય વ્યક્ત કર્યા, કેટલાક પક્ષો એ તેને રાષ્ટ્રીય એકતા માટે ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો,જ્યારે કેટલાક પક્ષો અને કાશ્મીરના પ્રાદેશિક નેતાઓએ બંધારણીય પ્રક્રિયા અને રાજ્યના વિશેષ દરજ્જાના અંત અંગે વિરોધ નોંધાવ્યો, એટલું જ નહીં, ડિસેમ્બર ૨૦૨૩ માં ભારતના સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણીય રીતે માન્ય ઠેરવ્યો અને કલમ ૩૭૦ને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયાને યથાવત રાખી.
કેન્દ્ર સરકારના આ નિર્ણય પછીના કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો ને જોઈએ તો જમ્મુ-કાશ્મીરમાં ભારતના તમામ કેન્દ્રીય કાયદા લાગુ થયા ,લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો.વિકાસ, પ્રવાસન, માર્ગ અને અન્ય માળખાકીય સુવિધાઓમાં રોકાણ વધારવાના પ્રયાસો થયા, સાથે જ રાજકીય પ્રતિનિધિત્વ, રાજ્યનો દરજ્જો અને સ્થાનિક સ્વાયત્તતા અંગે ચર્ચાઓ અને મતભેદો ચાલુ રહ્યા , કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં થી ધારા ૩૭૦ અને ૩૫ખ્ને નિષ્ક્રિય કરવાનો નિર્ણય જાહેર કર્યો, આ નિર્ણય બાદ ભારત તેમજ વિશ્વભર માં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી, આવો આપણે એ પણ જોઈએ.
કેન્દ્ર સરકાર , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ આ નિર્ણય ને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું , સરકારનું કહેવું હતું કે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ દેશના તમામ કાયદા અને વિકાસ યોજનાઓ સમાન રીતે લાગુ થશે, ભાજપ અને તેના સહયોગી પક્ષોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું., કોંગ્રેસ ના કેટલાક નેતાઓએ પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા, જ્યારે પક્ષના કેટલાક અન્ય નેતાઓએ નિર્ણયને સમર્થન પણ આપ્યું , નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એ આ નિર્ણયનો વિરોધ કર્યો અને તેને જમ્મુ-કાશ્મીરના વિશેષ અધિકારો સામેનું પગલું ગણાવ્યું, આ થઈ આપણા દેશ ની વાત હવે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા જોઈએ.
જ્જ પાકિસ્તાનની પ્રતિક્રિયા
પાકિસ્તાને સૌથી કડક વિરોધ નોંધાવ્યો, ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડ્યા,ભારતીય હાઈ કમિશનરને પરત મોકલ્યા, દ્વિપક્ષીય વેપાર સ્થગિત કર્યો, બસ અને ટ્રેન સેવા બંધ કરી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો.
જ્જ ચીન ની પ્રતિક્રિયા
ખાસ કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય અંગે ચીને વાંધો વ્યક્ત કર્યો. ચીને સરહદી દાવાઓને ધ્યાનમાં રાખીને ચિતા વ્યક્ત કરી.
જ્જ અમેરિકા
અમેરિકા એ શરૂઆતમાં આ ને ભારત નો આંતરિક મુદ્દો ગણાવ્યો, સાથે જ કાશ્મીરમાં શાંતિ જળવાય, માનવાધિકારોનું રક્ષણ થાય અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ન વધે તે અંગે અપીલ કરી.
જ્જ રશિયા
રશિયાએ સ્પષ્ટ કહ્યું કે ભારતે આ નિર્ણય પોતાના બંધારણના દાયરામાં લીધો છે.
કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવાનો મુદ્દો હોવાનું જણાવ્યું.
જ્જ સંયુક્ત આરબ અમીરાત (UAE)
UAEએ આ નિર્ણયને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો. આને ભારતના બંધારણીય માળખા હેઠળ લેવામાં આવેલ નિર્ણય તરીકે વર્ણવ્યો.
જ્જ સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયાએ સંયમ રાખવાની અપીલ કરી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ વાતચીત દ્વારા મુદ્દો ઉકેલવાનો આગ્રહ વ્યક્ત કર્યો.
જ્જ યુરોપિયન યુનિયન
યુરોપિયન યુનિયને બંને દેશોને સંવાદ દ્વારા પ્રશ્ન ઉકેલવાની સલાહ આપી.
કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ જાળવવા પર ભાર મૂક્યો.
જ્જ સંયુક્ત રાષ્ટ્ર (UN)
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે બંને દેશોને સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે પ્રયાસ કરવાની અપીલ કરી, ચીન ના આગ્રહ પછી સુરક્ષા પરિષદમાં અનૌપચારિક ચર્ચા થઈ, પરંતુ કોઈ સત્તાવાર ઠરાવ પસાર થયો નહોતો.
આ ઉપરાંત અન્ય દેશોની પ્રતિક્રિયા શ્રીલંકા, બાંગ્લાદેશ અને માલદીવ જેવા કેટલાક પડોશી દેશોએ આ મુદ્દે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું અથવા તેને ભારતનો આંતરિક વિષય ગણાવ્યો.
તુર્કી અને મલેશિયાના તે સમય ના નેતૃત્વે ભારતના નિર્ણયની ટીકા કરી હતી.
જેની સામે ભારતનો સત્તાવાર જવાબ બહુ જ સ્પષ્ટ હતો કે
ધારા ૩૭૦ દૂર કરવી સંપૂર્ણપણે ભારતનો આંતરિક અને બંધારણીય નિર્ણય છે.
કાશ્મીર અંગેના તમામ મુદ્દાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવાના છે.
અન્ય કોઈ દેશે તેમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી, અહીં નરેન્દ્રભાઈ ની વિદેશ નીતિ અને અન્ય દેશો સાથે સારો તાલમેલ જાણે કામ લાગ્યો.
કેન્દ્ર સરકાર ના આ અભુતપૂર્વ નિર્ણય ને આજે ૫ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૭ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે , ત્યારે આ ૭ વર્ષ દરમ્યાન શું ખરેખર જમ્મુ કાશ્મીર નો વિકાસ થયો છે...?
૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ધારા ૩૭૦ અને 35A નિષ્ક્રિય થયા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર ના વિકાસ માટે માર્ગ, રેલવે, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન, ડિજિટલ કનેક્ટિવિટી અને રોજગારી જેવા ક્ષેત્રોમાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, સરકાર નું કહેવું છે કે આ થી પ્રદેશ ને દેશના અન્ય ભાગોની જેમ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં મદદ મળી છે,
૧. માર્ગ અને ટનલ વિકાસ
હજારો કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ના વિકાસ કાર્ય હાથ ધરાયા,
ઝોજિલા ટનલ, ઝેડ-મોરહ ટનલ સહિત અનેક મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટમાં ઝડપી પ્રગતિ થઈ.
૨૦૨૬માં કેન્દ્ર સરકારે જમ્મુકાશ્મીર અને ચેનાબ વેલી ને વર્ષભર જોડાણ આપવા માટે લગભગ ?૯,૮૦૦ કરોડના બે નવા ટનલ પ્રોજેક્ટને મંજૂરી આપી.
૨. રેલવે કનેક્ટિવિટી
ઉધમપુરશ્રીનગરબારામુલ્લા રેલ લિક પર ઝડપી કામગીરી થઈ,
ચેનાબ રેલ બ્રિજ સહિત ના પ્રોજેક્ટો થી કાશ્મીરને સમગ્ર ભારતના રેલ નેટવર્ક સાથે વધુ મજબૂત રીતે જોડવાનો પ્રયાસ થયો.
૩. પ્રવાસન માં મોટો વધારો
સુરક્ષા અને માળખાકીય વિકાસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો,
૨૦૨૪માં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા ૨.૩૫ કરોડથી વધુ સુધી પહોંચી હતી,
ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ, દલ લેક અને લાલ ચોક જેવા સ્થળો એ પ્રવાસન પ્રવૃત્તિઓમાં વધારો થયો, જોકે સુરક્ષા સંબંધિત કેટલીક ઘટના ઓ અને કુદરતી આપત્તિઓ થી સમયાંતરે અસર પણ થઈ છે.
૪. ઔદ્યોગિક રોકાણ
૨૦૨૧માં નવી ઔદ્યોગિક વિકાસ યોજના જાહેર કરવામાં આવી, સરકારે હજારો કરોડ રૂપિયાના ખાનગી રોકાણના પ્રસ્તાવો મળ્યાનો દાવો કર્યો, ઔદ્યોગિક એસ્ટેટ અને રોજગારલક્ષી પ્રોજેક્ટો ને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
૫. આરોગ્ય ક્ષેત્ર
નવા મેડિકલ કોલેજો, હોસ્પિટલો ના વિસ્તરણ અને આરોગ્ય સેવાઓમાં સુધારા માટે રોકાણ થયું.
આયુષ્માન ભારત જેવી કેન્દ્રીય યોજનાઓનો વિસ્તાર કરવામાં આવ્યો.
૬. શિક્ષણ
નવી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.
વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની વિવિધ શિષ્યવૃત્તિ અને શિક્ષણ યોજનાઓનો લાભ વધારવામાં આવ્યો.
૭. ડિજિટલ વિકાસ
4G અને પછી ૫ઞ્ સેવાઓનો વિસ્તાર થયો, ગ્રામ્ય વિસ્તારો માં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની પહોંચ વધારવાના પ્રયાસો થયા.
૮. વીજળી અને પીવાનું પાણી
જલ જીવન મિશન હેઠળ ઘણા ગામોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાના કામો થયા,વીજ પુરવઠા અને વિજ વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે પ્રોજેક્ટ હાથ ધરાયા.
૯. રોજગારી
વિવિધ કેન્દ્રીય યોજનાઓ દ્વારા યુવાનોને સ્વરોજગાર અને કૌશલ્ય તાલીમ સાથે જોડવાનો પ્રયાસ થયો, સરકાર ના જણાવ્યા મુજબ વિવિધ યોજનાઓ હેઠળ લાખો લોકોને રોજગાર અથવા રોજગારીની તકો મળી.
૧૦. મહિલા ઓ અને સામાજિક કલ્યાણ
આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના, ઉજ્જ્વલા, જનધન, પીએમ કિસાન જેવી કેન્દ્રીય યોજનાઓનો વિસ્તાર થયો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે પણ અનેક કેન્દ્રીય કાયદા અને યોજનાઓ અમલમાં આવી. ટૂંકમાં કહીએ તો કેન્દ્ર સરકાર વિકાસ અને એકીકરણ ને આ સમયગાળા ની મોટી સિદ્ધિ ગણાવે છે.
શું હતી કલમ ૩૭૦.....??
ભારત માં કેટલાક પક્ષો સહિત પાકિસ્તાન ને પેટ માં ચૂંક ઉપડી, અમેરિકા, રશિયા જેવા દેશો એ આને ભારત નો આંતરિક મુદ્દો ગણાવી કિનારે થયા, પથ્થરમારો બન્યો ભુતકાળ, મોટાભાગે આંતકવાદ પણ કાબુમાં, રોકાણ આવ્યું, રોજગારી વધી, સરકારે કર્યો વિકાસ.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
