<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

બુલિયન માર્કેટમાં ફરી તેજીઃ ચાંદીમાં ૬,૦૦૦- સોનામાં ૨૫૦૦ રૂા.નો ઉછાળો

ચાંદીના ભાવ વધીને ૨,૨૭,૦૦૦ રૂા. અને સોનાના ભાવ ૧,૪૯,૫૦૦ રૂા. થયા

રાજકોટ તા.પઃ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ થોડો સમય સ્‍થિર રહયા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૬,૦૦૦ રૂા. અને સોનામાં ૨૫૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે ૬,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૨૧,૦૦૦ રૂા. હતા તે વધીને ૨,૨૭,૦૦૦ રૂા. થયા હતા.

ચાંદીની સાથે સોનામાં પણ ૨૫૦૦ રૂા. વધ્‍યા હતા. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૨૫૦૦ રૂા.નો ઉછાળો થતા ગઇકાલે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૭,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૪૯,૫૦૦ રૂા. થયા છે. સોનાના બીસ્‍કીટમાં ૨૫,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. ગઇકાલે સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૭૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૯૫,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.મધ્‍યપૂર્વમાં ઇરાન અને અમેરીકા વચ્‍ચે શાંતિકરારના અહેવાલના પગલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યુ હતું.

(2:52 PM IST)