News of Wednesday, 5th August 2026
'ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ'ની બહારથી હથિયારધારી શખ્સ ઘુસ્યો :એક શંકાસ્પદ વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ
તેની કારની તલાશી લેતાં એક પિસ્તોલ અને પ્રતિબંધિત આર્મર-પિયર્સિંગ (કવચ ભેદી) ગોળીઓ મળી: આરોપી ગોલ્ફ ક્લબ પરિસરમાં ફરતા-ફરતા ફોટો અને વિડિયો બનાવી રહ્યો હતો તેમજ સુરક્ષા વ્યવસ્થાની ગતિવિધિઓ પર નજર રાખતો હતો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કેલિફોર્નિયા પ્રવાસ પહેલાં લોસ એન્જિલસ પાસે આવેલા તેમના 'ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ'ની બહારથી એક શંકાસ્પદ વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જિલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટ (LACSD)ના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ૩૮ વર્ષીય જીનિન જોન ટેલે તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ડાઉનીનો રહેવાસી છે.
શેરિફ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રવિવારે આરોપીને ગોલ્ફ ક્લબના પાર્કિંગમાં રોકવામાં આવ્યો હતો. તેની કારની તલાશી લેતાં એક પિસ્તોલ અને પ્રતિબંધિત આર્મર-પિયર્સિંગ (કવચ ભેદી) ગોળીઓ મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી ગોલ્ફ ક્લબ પરિસરમાં ફરતા-ફરતા ફોટો અને વિડિયો બનાવી રહ્યો હતો તેમજ સુરક્ષા વ્યવસ્થાની ગતિવિધિઓ પર નજર રાખતો જોવા મળ્યો હતો.
લોસ એન્જિલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટ (LACSD) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગિરાફતાર કરવામાં આવેલા શંકાસ્પદ આરોપીની ઓળખ જીનિન જોન ટેલે તરીકે થઈ છે. ૩૮ વર્ષીય આ શખ્સ કેલિફોર્નિયાના ડાઉની વિસ્તારનો રહેવાસી છે.
આરોપીની હથિયાર છુપાવીને રાખવા અને પ્રતિબંધિત ગોળા-બારૂદ રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ FBIની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ અને અમેરિકી સિક્રેટ સર્વિસ સાથે મળીને કરવામાં આવી રહી છે. હાલમાં આરોપી હિરાસતમાં છે અને તપાસ ચાલુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયે કેલિફોર્નિયામાં રિપબ્લિકન નેશનલ કમિટી (RNC)ના ફંડરેઝિંગ ડિનરમાં સામેલ થવાના છે. તેમની મુલાકાત પહેલાં થયેલી આ ધરપકડને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલાં ગોલ્ફ ક્લબ નજીકથી કારમાં બંદૂક સાથે વ્યક્તિનું મળવું એ અનેક સવાલો ઊભા કરે છે: શું આ શખ્સ ટ્રમ્પ પર કોઈ સિક્રેટ એટેક કરવાના ઈરાદાથી આવ્યો હતો? તેની પાસે ફાયરઆર્મ્સ માટે જરૂરી લીગલ પરમિટ હતી કે કેમ? શું આ ઘટના પાછળ કોઈ મોટું આયોજન કે નેટવર્ક કામ કરી રહ્યું હતું?
સિક્રેટ સર્વિસ અને સ્થાનિક લો એનફોર્સમેન્ટ એજન્સીઓ આ તમામ પાસાઓ પર ગહન તપાસ ચલાવી રહી છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
