<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

મહારાષ્ટ્ર સરકારે એનાલોગ (કૃત્રિમ/નોન-ડેરી) પનીરના ઉત્‍પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્‍યો

વધુ એક રાજ્‍યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ : નિયમોનું ઉલ્‍લંઘન કરનાર સામે જેલ અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે

મુંબઇ તા.૫: મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્‍યો છે. રાજ્‍યમાં હવે કોઈ પણ એનાલોગ પનીર ખરીદી કે વેચી શકશે નહીં. એટલું જ નહીં, એનાલોગ પનીરના ઉત્‍પાદન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એનાલોગ પનીર વેચવા પર જેલ અને ભારે દંડની જોગવાઈ છે. જાહેર આરોગ્‍યના હિતમાં, મહારાષ્ટ્ર સરકારે રાજ્‍યમાં એનાલોગ (કૃત્રિમ/નોન-ડેરી) પનીરના ઉત્‍પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્‍યો છે. આ નિર્ણય સાથે, મહારાષ્ટ્ર છત્તીસગઢ પછી આ પ્રકારનું પગલું ભરનાર દેશનું બીજું રાજ્‍ય બન્‍યું છે.

ફૂડ સેફટી કમિશનર તુકારામ મુંઢે દ્વારા ૩૦ જુલાઈના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્‍યમાં એનાલોગ અથવા બિન-ડેરી ચીઝનું ઉત્‍પાદન, પ્રક્રિયા, પેકેજિગ, સંગ્રહ, પરિવહન, જથ્‍થાબંધ અને છૂટક વેચાણ અને વેચાણ માટે ઓફર કરવા પર તાત્‍કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

(3:28 PM IST)