News of Wednesday, 5th August 2026
તમારા પોલિસીના પૈસા ક્યાં અને કેવી રીતે રોકાય છે? LICના રોકાણ અને શેરની પસંદગી અંગે સરકારે સંસદમાં આપ્યો મોટો જવાબ
નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી મહત્વની માહિતી: આંતરિક નીતિઓ, સુરક્ષા અને મલ્ટિ-લેયર ઓડિટ સિસ્ટમ હેઠળ થાય છે હજારો કરોડનું રોકાણ

નવી દિલ્હી: તા.05: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના લાખો પોલિસીધારકો અને રોકાણકારો માટે અત્યંત રસપ્રદ માહિતી સામે આવી છે. હાલમાં LICના 'ઓફર ફોર સેલ' (OFS) અંગે બજારમાં ચાલી રહેલી વ્યાપક ચર્ચા વચ્ચે નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં પોલિસીધારકોના ફંડના રોકાણ અંગે મહત્વની વિગતો રજૂ કરી હતી. લોકસભામાં સાંસદ રાજીવ રાય દ્વારા પૂછાયેલા લેખિત પ્રશ્નોનો જવાબ આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં લિસ્ટેડ ખાનગી તથા સરકારી (PSU) કંપનીઓના શેરોમાં LIC પોતાના ફંડનું રોકાણ કઈ રીતે અને કયા માપદંડોના આધારે કરે છે.
સરકાર વતી નાણાં રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે LIC કોઈપણ કંપનીમાં હિસ્સેદારી વધારવા કે ઘટાડવાનો નિર્ણય સંપૂર્ણપણે પોતાના સ્વતંત્ર રોકાણ મૂલ્યાંકન (Independent Investment Assessment) અને સ્વીકૃત માળખાના આધારે જ કરે છે. આ નિર્ણય લેતા પહેલાં સંસ્થા સંબંધિત કંપનીની આર્થિક સ્થિતિ, બિઝનેસ પરફોર્મન્સ અને ભવિષ્યની શક્યતાઓનું આંકલન કરે છે. જોકે, વ્યાપારી ગોપનીયતા અને LICના નાણાકીય હિતોને ધ્યાનમાં રાખીને તમામ રોકાણ ધરાવતી કંપનીઓની સાર્વજનિક યાદી જાહેર કરવામાં આવતી નથી, કારણ કે તેનાથી તેના આર્થિક હિતોને સીધી અસર થઈ શકે છે.
રોકાણ પ્રક્રિયાના નિયમો અને સુરક્ષા અંગે માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે આ સંપૂર્ણ રોકાણ વીમા અધિનિયમ ૧૯૩૮, LIC અધિનિયમ ૧૯૫૬, IRDAIના રોકાણ નિયમો, SEBIના માર્ગદર્શિકા તેમજ RBIના કાયદા હેઠળ થાય છે. એટલું જ નહીં, પોલિસીધારકોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે માટે LIC દ્વારા રોકાણ પર સખત મલ્ટિ-લેયર કન્કરન્ટ ઓડિટ, સ્ટેચ્યુટરી ઓડિટ, સિસ્ટમ ઓડિટ અને ઇન્ટર્નલ ફાઇનાન્શિયલ કન્ટ્રોલ (IFC) ઓડિટર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
