News of Wednesday, 5th August 2026
નરેન્દ્રભાઈનો વિડીયો હટાવવા મામલે સંસદીય પેનલનું આકરું વલણ: મેટાના વડા માર્ક ઝકરબર્ગે આખરે માફી માગી લીધી

નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો હટાવી લેવાના ગંભીર મામલે ભારતીય સંસદીય સમિતિએ લાલ આંખ કર્યા બાદ, 'મેટા' કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે માફીપત્ર મોકલી આપ્યો છે.
આપેલી વિગતો અનુસાર, પ્લેટફોર્મ પરથી વડાપ્રધાનનો વિડીયો હટી જવાના મુદ્દે મેટા કંપનીએ શરૂઆતમાં આ એક 'તકનીકી ભૂલ' હોવાનો ખુલાસો કરીને માફી માંગી હતી. જોકે, સંસદીય સમિતિ કંપનીના આ સામાન્ય ખુલાસાથી સંતુષ્ટ ન હતી. પેનલે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી હતી કે આ બાબતે મેટાના વડા માર્ક ઝકરબર્ગે જાતે વ્યક્તિગત રીતે માફી માંગવી જોઈએ.
ભારતીય સંસદીય સમિતિની આ કડક માંગણીને પગલે, આખરે માર્ક ઝકરબર્ગ દ્વારા વડાપ્રધાનનો વિડીયો હટાવવાની ઘટના અંગે સત્તાવાર રીતે માફી માંગતો પત્ર મોકલી આપવામાં આવ્યો છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
