તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
થાઈલેન્ડ એરપોર્ટ પર ચીની મુસાફરો સામે સુરક્ષા કર્મચારીઓની રંગભેદી હરકત: વાયરલ વીડિયો બાદ એરપોર્ટ પ્રશાસને માંગી માફી, ગાર્ડ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી
સેલિબ્રિટી પાછળ ઘૂસેલા ૨૨ ચીની ચાહકોને ફ્લાઇટમાં ચઢતા રોકાતા સર્જાયો હંગામો: સેફ્ટીના નામે ગાર્ડે કરી "ત્રાંસી આંખે" રંગભેદી ટિપ્પણી

બેંગકોક : થાઈલેન્ડના પ્રખ્યાત સુવર્ણભૂમિ એરપોર્ટ (Suvarnabhumi Airport) પરથી એક શરમજનક ઘટના સામે આવી છે. એરપોર્ટના સુરક્ષા ગાર્ડ દ્વારા ચીની મુસાફરો પ્રત્યે કથિત રીતે રંગભેદી અને ભેદભાવપૂર્ણ "ત્રાંસી આંખે" (Slant-eye) ઈશારો કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ ચારેય તરફથી થઈ રહેલી ટીકાઓને ધ્યાનમાં રાખીને સુવર્ણભૂમિ એરપોર્ટ મેનેજમેન્ટે સત્તાવાર રીતે માફી માંગી છે અને સંબંધિત સુરક્ષા કર્મચારી સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.
આ સમગ્ર વિવાદ ૨૯ જુલાઈના રોજ ત્યારે શરૂ થયો હતો જ્યારે બેંગકોકથી બેઇજિંગ જઈ રહેલી થાઈ એરવેઝની ફ્લાઇટ TG674 માં ૨૨ ચીની મુસાફરોને બોર્ડિંગ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. એરપોર્ટના સીસીટીવી ફૂટેજ અનુસાર, એક ચીની સેલિબ્રિટીને ફોલો કરી રહેલા ચાહકોના જૂથે કોઈ પણ જાતની પરવાનગી વગર એરપોર્ટ લાઉન્જમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સ્ટાફે તેમને બહાર કાઢ્યા, ત્યારે તેઓ બોર્ડિંગ એરિયા સુધી સેલિબ્રિટીની પાછળ પહોંચી ગયા હતા.
ફ્લાઇટમાં અરાજકતા અને સુરક્ષા જોખમાવાની આશંકાથી એરલાઇને આ ૨૨ ચાહકોને પ્લેનમાં ચઢવા ન દેવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફ અને ચાહકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બોલાચાલી દરમિયાન એરપોર્ટના સેક્યુરિટી ગાર્ડે ચીની મુસાફરોની જાતિગત ઓળખની મજાક ઉડાવતા અયોગ્ય ઈશારા કર્યા હતા. એરપોર્ટ મેનેજમેન્ટે સ્વીકાર્યું છે કે મુસાફરો અને ફ્લાઇટની સુરક્ષા સુનિશ્ચિત કરવા વચ્ચે કર્મચારીઓનું આ વર્તન સર્વિસ સ્ટાન્ડર્ડ્સ અને એરપોર્ટના નિયમોની વિરુદ્ધ હતું.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
