<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

છત્તીસગઢના કાંકેરમાં જંગલી રીંછનો આતંક: ભાઈ-બહેનને મોતને ઘાટ ઉતાર્યા, બચાવવા ગયેલા અન્ય ત્રણ ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ

માનવ અને વન્યજીવ સંઘર્ષની ભયાનક ઘટના સામે આવી: વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોના રૂવાડા ઊભા કર્યા

રાયપુર : છત્તીસગઢના કાંકેર જિલ્લામાં જંગલી રીંછના ભયાનક હુમલામાં ભાઈ-બહેનનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહેલા અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જંગલ વિસ્તારમાં બનેલી આ આઘાતજનક ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાનો એક હૃદયકંપાવનારો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હિંસક બનેલું રીંછ ગ્રામજનો પર સતત હુમલો કરતું નજરે પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રીંછે અચાનક ગામ નજીક આવીને લોકો પર ત્રાટકવાનું શરૂ કર્યું હતું. વન વિભાગ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ કરુણ દુર્ઘટનાએ ફરી એકવાર કુદરતી નિવાસસ્થાનોનો વિનાશ અને જંગલ વિસ્તારોમાં માનવીય અતિક્રમણને કારણે વધતા જતા માનવ-વન્યજીવ સંઘર્ષ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જંગલો સિંક થવાના કારણે વન્યજીવો ખોરાક અને આશ્રયની શોધમાં માનવ વસાહતો તરફ આવી રહ્યા છે, જેના કારણે આવી લોહિયાળ ઘટનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

(8:03 PM IST)