<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

અમેરિકા-ઈરાન યુદ્ધઃ ટોપ-૮ ઓઈલ કંપનીઓને રૂ.૮ લાખ કરોડનો નફો

લંડન,તા.૬: ભારતમાં ઈ-૨૦ પેટ્રોલ મુદ્દે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વચ્‍ચે અમેરિકા-ઈરાન વચ્‍ચેના સંઘર્ષ દરમિયાન ફૂયુલના ભાવમાં થયેલા વધારાનો સૌથી વધુ ફાયદો વિશ્વની ટોપ ઓઈલ કંપનીઓને થયો હોવાનો રિપોર્ટ આવ્‍યો છે. રિપોર્ટ મુજબ, ગ્રાહકો મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવા મજબૂર બન્‍યા છે. જ્‍યારે, વિશ્વની આઠ મોટી ઓઈલ કંપનીઓએ એપ્રિલથી જૂન દરમિયાન કુલ રૂ. ૮ લાખ કરોડનો નફો કર્યો છે! એટલે કે, તેમને દરરોજ લગભગ રૂ.૮,૭૦૦ કરોડનો નફો થયો.

આ કંપનીઓમાં સાઉદી અરામ્‍કો, એક્‍સોનમોબિલ, શેવરોન, શેલ, બીપી, ટોટલ એનર્જીઝ, એની અને એક્‍વિનોરનો સમાવેશ થાય છે. સાઉદી અરામ્‍કોએ ત્રણ મહિનામાં ૩૩ અબજ ડોલરથી વધુનો નફો નોંધાવ્‍યો છે. જે ગત વર્ષની સરખામણીએ ૩૪ ટકા વધુ હતો.

એક્‍સોનમોબિલનો નફો વધીને ૧૪.૫ અબજ ડોલર થયો છે. જે એક વર્ષ અગાઉની સરખામણીએ લગભગ બમણો છે. શેલે ૯.૮૪ અબજ ડોલરનો નફો નોંધાવ્‍યો છે. જે તેના ઈતિહાસમાં બીજો સૌથી મોટો ત્રિમાસિક નફો છે

 

(10:40 AM IST)