<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ઘરેલું LPG ધારકોએ ૧૬મી ઓગસ્‍ટ/પહેલાં e-KYC કરાવી લેવું

જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકોને એસએમએસ મોકલ્‍યાં : આધાર ચકાસણી કરાવવામાં ન આવે તો સબસિડી ગુમાવી શકે

નવી દિલ્‍હી,તા.૬: ઘરગથ્‍થુ એલપીજી ધારકોએ ૧૬મી ઓગસ્‍ટ પહેલાં આધાર સંલગ્ન ઈલેક્‍ટ્રોનિક કો યોર કસ્‍ટમરની કાર્યવાહી કરાવવી જરૂરી છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટિગ કંપનીઓ દ્વારા તેમના એલપીજી ગાહકોને આ પ્રક્રિયા પુરી કરી દેવા માટે અંતિમ એસએમએસ મોકલવામાં આવી રહ્યા છે.

સરકારે જાહેર કરેલી કિમતે ઘરગથ્‍થુ એલપીજી સિલિન્‍ડર મેળવવા માટે આ પ્રક્રિયા કરવી જરૂરી છે. જે ગ્રાહકો આ સમયમર્યાદા ચૂકી જાય તેમને ઘરગથ્‍થુ એલપીજી સિલિન્‍ડર પર સરકાર દ્વારા મળતી સબસિડી તેઓ જ્‍યાં સુધી આધાર ચકાસણી પૂરી ન કરી શકે ત્‍યાં મેળવી નહિ શકે. જે ગ્રાહકોએ e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને ઓઈલ

માર્કેટિગ કંપની દ્વારા એસએમએસ મોકલવામાં આવ્‍યા છે તેમાં જણાવાયું છેકે, પ્રિય ગ્રાહક, ઘરગથ્‍થુ કિમતે એલપીજી સિલિન્‍ડર તમારે મેળવવા હોય તો e-KYC કરવવું જરૂરી છે. અગાઉ વારંવાર તમને જાણ કરવામાં આવી છે છતાં તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. ઈન્‍ડિયન ઓઈલ કંપની દ્વારા તેમના ગ્રાહકને મોકલવામાં આવેલા એસએમએસમાં એમ પણ જણાવાયું છેકે, તમે e-KYC તમારાઘરથી પણ ઈન્‍ડિયન ઓઈલ વન એપ્‍લિકેશન દ્વારા અથવા તો તમારા એલપીજી ડિસ્‍ટ્રિબ્‍યુટર અથવા તો સિલિન્‍ડિરની ડિલીવરી આપતા કર્મચારી પાસેથી કરાવી શકો છે. ૧૬મી ઓગસ્‍ટ સુધીમાં તમે આ પ્રક્રિયા પૂર્ણ ન કરો તો ડોમેસ્‍ટિક કિમતે તમને સિલિન્‍ડર નહિ મળી શકે. કૃપાકરીને જલદીથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરો.

સાયબર ગઠિયાઓથી સાવધ રહો

ઓઇલ કંપનીઓએ ગ્રાહકોને ચેતવણી આપી છેકે, સાઇબર ગઠિયાઓથી પણ તેઓ સાવધ રહે. ગ્રાહકોને બોગસ કોલ અથવા તો એસએમએસ પણ મોકલવામાં આવે છે. જેમાં ગ્રાહકો જો મોબાઇલ પર મોકલવામાં આવેલી લિક ઉપર ક્‍લિક નહિ કે અથવા તો તેમની બેંક વિગત સહિતની માહિતી ન મોકલે તો તેમનું એલપીજી જોડાણ રદ થઇ જશે. ગ્રાહકોએ અજાણી લિક ઉપર ક્‍લિક ન કરવું અથવા તો આધારની વિગત, ઓટીપી, બેંક એકાઉન્‍ટની માહિતી ન આપવી. એલપીજી કંપનીની સત્તાવાર એપ્‍લિકેશન ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરવી અથવા તો ગેસ એજન્‍સી ખાતે જઇને પ્રક્રિયા પૂર્ણ કરવી. ૧લી ઓગસ્‍ટથી પ્રધાનમંત્રી ઉજ્‍વલા યોજના -પીએમયુવાયના લાભાર્થીને વર્ષમાં ચાર સિલિન્‍ડર પર જ સબસિડી આપવામાં આવશે. અગાઉ સરકાર દ્વારા નવ સિલિન્‍ડર ઉપર સબસિડી આપવામાં આવતી હતી.ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડે ભારતલાઇટ ઝીપ સેવા શરૂ કરી છે. જે નવા કનેકશન ઝડપથી આપવા અને હોમ ડિલીવરી માટે છે. આ સેવા હાલમાં મુંબઇ ખાતે ઉપલબ્‍ધ છે. આગામી મહિનાઓમાં ૨૪ રાજ્‍યોના ૧૦૦ શહેરોમાં તે શરૂ કરવામાં આવશે. શહેરના વાઘોડિયા રોડની ગાયત્રી ગેસ એજન્‍સીના સંચાલક હિમાંશુ પરીખે જણાવ્‍યું હતુંકે, મોટાભાગના ગ્રાહકોએ તેમની ઇ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે.બાકી રહેલા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે.

(10:41 AM IST)