News of Thursday, 6th August 2026
આવા વ્યક્તિત્વ સાથેની દરેક મુલાકાત કંઈક નવું શીખવાની તક આપે છે
અનુપમ ખેરે કેન્દ્રીય ગૃહપ્રધાન શાહ સાથે મુલાકાત કરીને તસવીરો શેર કરી

મુંબઈ,તા.૬: અનુપમ ખેરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તસવીરો સાથે તેમણે જણાવ્યું કે અમિત શાહ જેવા વ્યક્તિત્વ સાથેની દરેક મુલાકાત તેમને કંઈક નવું શીખવાની પ્રેરણા આપે છે.
અનુપમ ખેરે આ તસવીર સાથે પોસ્ટમાં લખ્યું હતું કે ‘માનનીય ગૃહપ્રધાન અમિત શાહજી સાથે મળવાનો અવસર મળ્યો. આવા વ્યક્તિત્વ સાથેની દરેક મુલાકાત કંઈક નવું શીખવાની તક આપે છે. તેમના અનુભવ, સ્પષ્ટ લ્લષ્ટિકોણ અને દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા હંમેશાં પ્રેરણાદાયી રહે છે
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
