News of Thursday, 6th August 2026
વારાણસીમાં શિવ-થીમ આધારિત સ્ટેડિયમમાં ડમરુ આકાર લઈ રહ્યું છે
ક્રિકેટ સ્ટેડિયમનું ૯૨ ટકા કામ પૂર્ણઃ ડમરુ આકારનું મીડિયા સેન્ટર અને ત્રિશૂલ ફલડલાઇટ્સ તેનું મુખ્ય આકર્ષણ

વારાણસી,તા.૬: ઉત્તર પ્રદેશના વારાણસીથી શિવ-થીમ આધારિત ક્રિકેટ-સ્ટેડિયમનાં નવાં લ્લશ્યો સામે આવ્યાં છે. ત્રિશૂલથી પ્રેરિત ફલડલાઇટ્સ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ભગવાન શિવનું ડમરુ આકાર લઈ રહ્યું છે. આ ડમરુ સ્ટાઇલના બાંધકામમાં મીડિયા સેન્ટર અને VIP બોક્સ બનશે.
૩૦ હજારની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં દર્શકોની સીટ અને અર્ધચંદ્રાકાર છતનું નિર્માણ પણ થયું છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (UPCA) અનુસાર વારાણસીમાં આ સ્ટેડિયમનું ૯૨ ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને એ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
