<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જોધપુરવાસીઓ પાંચ કલાકમાં ૬૩,૦૦૦ મિર્ચીવડા ઝાપટી ગયા

શ્રાવણના પ્રથમ સોમવારે યોજાયેલા મિર્ચીવડા મહોત્‍સવમાં હજારો લોકોએ ભાગ લીધો : ૩૧ કિલોનું વિશાળ મિર્ચીવડું ખાસ આકર્ષણ બન્‍યું

જોધપુર,તા.૭: જોધપુરમાં શ્રાવણના પહેલા સોમવારે મિર્ચીવડાનો મહોત્‍સવ યોજાયો હતો. છેલ્‍લાં ૩૦ વર્ષથી દર વર્ષે અહીં મિર્ચીવડાને સમર્પિત ઇવેન્‍ટ યોજાય છે. જોધપુરવાસીઓનો મિર્ચીવડા માટેનો પ્રેમ અનોખો છે. અહીં રોજ ૧ લાખ મિર્ચીવડા વેચાય છે અને નાની-મોટી થઈને ૧૦૦૦ દુકાનોમાં એ વેચાય છે. શ્રાવણિયા સોમવારે જોધપુરના અશોક ઉદ્યાનમાં યોજાયેલા મિર્ચીવડા મહોત્‍સવમાં ભાગ લેવા હજારો લોકો આવ્‍યા હતા. સાંજે પાંચ જ કલાક ચાલેલી આ ઇવેન્‍ટમાં ૬૩,૦૦૦ મિર્ચીવડા લોકો ઝાપટી ગયા હતા. અહીં ૩૧ કિલોનું એક મિર્ચીવડું પણ બન્‍યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. આ વડું બનાવવા માટે ૩ કલાક લાગ્‍યા હતા

(1:38 PM IST)