<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

૨૦૦૦ સ્‍ક્‍વેર ફુટમાં ૨૧૦૦ સાડીઓની રંગોળી

સૌથી મોટી સાડી રંગોળી રચાઈ

કોચી,તા.૭: કેરલમમાં ઓણમની ઊજવણીની શરૂઆત થઈ ગઈ છે. એના જ ભાગ રૂપે મહારાણી વેડિગ કલેક્‍શન નામની સાડીની એક કંપનીએ સાડીથી રંગોળી બનાવી છે. કોચીના ફોરમ મોલમાં આ રંગોળી બનાવવામાં આવી છે. મહારાણીની ટીમના કલાકારોએ સિલ્‍ક અને કાંચીપુરમ સિલ્‍કની લગભગ ૫૦૦૦ શેડ્‍સ ધરાવતી સાડીઓમાંથી એક મહિલાનું ચિત્રણ કરતી રંગોળી બનાવી છે. આ માટે કેટલીક સાડીઓને ફોલ્‍ડ કરીને તો કેટલીકને ચોક્કસ શેપમાં વાળીને ગોઠવવામાં આવી છે. દરેક સાડી છ વારી છે. કાંચીપુરમ સિલ્‍ક એ કેરલમની ટ્રેડિશનલ અને હાથેથી વણેલી પરંપરાનો હિસ્‍સો છે. મહારાણી કંપનીએ મહિલાઓને ખાસ ફીલ કરાવવા માટે સાડીઓની ગોઠવણીમાંથી એક વાઇબ્રન્‍ટ મહિલાનું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. દ વિન્‍ચી સુરેશ નામના કલાકારે આ આર્ટનું વિઝન અને એક્‍ઝિક્‍યુશન કર્યું હતું.

(10:42 AM IST)