<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

મુંબઇ ખાતે ઓલ ઇન્‍ડિયા ઓબીસી એસોસિએશનની બેઠક યોજાઈઃ કર્મચારીઓના પ્રશ્‍નોના નિરાકરણની ખાતરી અપાઈ

મુંબઈ ખાતે જનરલ મેનેજરની ઉપસ્‍થિતિમાં ઓબીસી કર્મચારીઓના હિતો અને વિવિધ પડતર પ્રશ્‍નોના નિવારણ માટે સકારાત્‍મક ચર્ચા કરવામાં આવી

રાજકોટઃ  બુધવારના રોજ પશ્ચિમઝોન મુંબઈ ખાતે ઓલ ઇન્‍ડિયા ઓબીસી રેલવે એમ્‍પ્‍લોઇસ એસોસિએશન સાથે મિટિંગ યોજાઈ હતી આ આ પ્રસંગે પશ્ચિમરેલવેના જનરલ મેનેજર  શ્રી રામાશ્રેય પાંડે , શ્રી સહર્ષ બાજપાઈ જી (PCPO), મેડમ આશા  સુલે (SPO R/P.Cell), ચૌધરી ,  અનિલ શર્મા  તેમજ અન્‍ય અધિકારીઓ ઓબીસી એસોસિયેશન ના પશ્ચિમરેલવેના જોનલ અધ્‍યક્ષ શ્રી અમર બહાદુર પટેલ , ઝોનલ સચિવ શ્રી રામનાથ પાટીલજી, શ્રી અજય સિંહ (રતલામ ડિવિઝન), ઉપાધ્‍યક્ષ શ્રી રાજેશ વાઘેલા (પશ્ચિમઝોન ઉપાધ્‍યક્ષ રાજકો ડિવિઝન અધ્‍યક્ષ) કુંદન કુમાર ગુપ્તા શિવકુમાર પાલ( વડોદરા),  સંજય મળવે  (મુંબઈ)  પ્રદીપ પ્રજાપતિ (દાહોદ) કપ્તાન સિંહ (ભાવનગર), સુધીરભાઈ  યાદવજી  (અમદાવાદ), પિંગળાજી, સાન પ જી (મુંબઈ), મિટિંગમાં રેલવે કર્મચારીઓના વિવિધ પ્રશ્‍નોને ઉઠાવવામાં આવ્‍યા હતા જનરલ મેનેજર પાંડેસર દ્વારા રેલવે કર્મચારીઓના પ્રશ્‍નો જલ્‍દીથી જલ્‍દી સમાધાન થાય તેવું આશ્વાસન આપવામાં આવેલ હતી.

 

(2:43 PM IST)