<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

થાઈલેન્ડની શાળામાં કાળો કેર: વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરીને શિક્ષક અને સહપાઠીઓ સહિત 6 નિર્દોષોના ઢાળી દીધા ઢોળ, સમગ્ર પંથકમાં અરેરાટી

​નોન્થાબુરી પ્રાંતના શૈક્ષણિક સંસ્થાનમાં બનેલી ગોળીબારની હૃદયદ્રાવક ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ, માસૂમો પર ગોળીઓ વરસાવ્યા બાદ હુમલાખોર વિદ્યાર્થીએ પોતે પણ જાતે જીવનલીલા સંકેલી લીધી

​બેંગકોક: ​થાઈલેન્ડના નોન્થાબુરી પ્રાંતમાં આવેલી એક સ્થાનિક શાળામાં શુક્રવારનો દિવસ અત્યંત ભયાનક અને રક્તરંજીત સાબિત થયો છે. વર્ગખંડમાં અભ્યાસ ચાલી રહ્યો હતો તે સમયે જ એક વિદ્યાર્થીએ અચાનક બહાર કાઢેલી બંદૂક વડે ચોતરફ અંધાધૂંધ ફિરીંગ શરૂ કરી દીધું હતું. આ ગોળીબારની ઘાતકી ઘટનામાં એક શિક્ષક તથા અન્ય વિદ્યાર્થીઓ મળીને કુલ 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ગોળી વાગવાથી ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સસનાટી અને અફરાતફરી મચી ગઈ છે.

​પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, શાળામાં ચાલુ વર્ગ દરમિયાન જ હુમલાખોર વિદ્યાર્થીએ કોઇપણ જાતની ચેતવણી આપ્યા વગર તાબડતોબ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં ફરજ પરના શિક્ષક અને કમનસીબ વિદ્યાર્થીઓ ગોળીઓનો ભોગ બન્યા હતા. રક્તપાત સર્જ્યા બાદ અને નિર્દોષોનો ભોગ લીધા પછી, હુમલાખોર વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલા શસ્ત્ર વડે જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

​ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાક બાળકોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ હાલ સમગ્ર શાળા પરિસરને સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ માસૂમ વિદ્યાર્થીએ આટલું વિપરીત અને ઘાતકી પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.c

(2:56 PM IST)