હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આસામના પૂર પીડિતોની મદદે સલમાનઃ ૫૦૦ લોકો માટે ઘર બનાવશે
સલમાનની દરિયાદિલીનાં લોકો વખાણ કરી રહ્યાં છેઃ લોકોએ તેને રિયલ લાઇફ હીરો કહ્યો છે

મુંબઈ,તા.૭ફ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેની દરિયાદિલી દેખાડી છે. સલમાન ખાન આસામમાં આવેલા ભયાનક પૂરથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા આગળ આવ્યો છે. એક્ટરે આશિયાના-હોપ બિગિન્સ વિથ એ સેફ શેલ્ટર કેમ્પેન સાથે જોડાઈને એક ઉમદા કાર્ય કરવાનું નક્કી કર્યું છે. આ કેમ્પેનનો ઉદ્દેશ પૂરમાં જે લોકોએ પોતાનું ઘર ગુમાવી દીધું છે તેમને સુરક્ષિત ઘર આપવાનો છે.
સલમાન ખાનની આ દરિયાદિલીનાં લોકો વખાણ કરી રહ્યાં છે. આ સાથે જ અનેક લોકો સલમાન ખાનને રિયલ લાઇફ હીરો પણ કહી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ સલમાન ખાનની ઉદારતાનાં વખાણ કરી રહ્યાં છે. ભાઈજાન હંમેશા સમાજનાં લોકોની સેવા કરે છે. આટલું જ નહીં સલમાન ખાને ઘણાં બધા બાળકોનો ભણવાનો ખર્ચ પણ ઉપાડ્યો છે.
આશિયાના-હોપ બિગિન્સ વિથ એ સેફ શેલ્ટર કેમ્પેન હેઠળ નેપાળી ખુટીમાં બાંધકામ કાર્ય શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં આશરે ૨૨૦ સેમી-પર્મેનન્ટ ઘરો બનીને તૈયાર થઈ ગયા છે, જેનાં કારણે અનેક પરિવારજનોંને રહેવા માટે સલામત સ્થળ મળી ગયું છે. આ પહેલનું મુખ્ય લક્ષ્ય ૫૦૦ ઘર બનાવવાનાં છે, જેનાંથી બીજા અનેક લોકોને મદદ મળશે.
સલમાન ખાનનું આ કામ જોતાં જ ફેન્સ વખાણ કરવા લાગ્યા છે. આ સાથે લોકો પોઝિટિવ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. અનેક ફેન્સે સલમાન ખાનને રિયલ હીરો કહ્યો છે. જો કે આવું પહેલીવાર નથી થયુ કે સલમાન ખાન પીડિતોની મદદે આવ્યો હોય. આ પહેલાં પણ સલમાન ખાને નિઃસ્વાર્થપણે લોકોને મદદ કરી છે.
સલમાન ખાન સિવાય ઘણાં બોલિવૂડ સ્ટાર્સ આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. રણદીપ હુડ્ડા, ભૂમિ પેડનેકરથી લઈને બીજા અનેક સેલેબ્સનું નામ શામેલ છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન બોલિવૂડનાં મોસ્ટ પોપ્યુલર એક્ટર્સમાંથી એક છે. બોલિવૂડનાં ભાઈજાને તેમનાં કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. આ સાથે જ કરોડો લોકોનાં દિલમાં રાજ કરે છે. આ બધાની વચ્ચે સુપરસ્ટાર એકદમ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. ૬૦ વર્ષની ઉંમરમાં પણ સલમાન ખાન જોરદાર કમાણી કરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
