<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

લોનનો હપ્તો ચૂક્‍યા તો બેંક મોબાઈલ, ટેબલેટ - લેપટોપ બંધ નહીં કરી શકે

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ આ પ્રકારની રિકવરી પર પ્રતિબંધ લગાવી દીધોઃ નવી ગાઈડલાઈન્‍સ પણ જારી કરી

નવી દિલ્‍હી તા.૭: જો તમે પર્સનલ લોન, હોમ લોન કે કાર લોન લીધી છે અને કોઈ કારણથી તેનો હપ્તો નથી ચૂકવી શકતા, તો બેંક હવે તમારો મોબાઈલ, ટેબલેટ અથવા લેપટોપ બંધ નહીં કરી શકે. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ આ પ્રકારની રિકવરી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેના માટે નવી ગાઈડલાઈન્‍સ પણ જારી કરી દીધી છે. ય્‍ગ્‍ત્‍એ કહ્યું છે કે, બેંક અને ફગ્‍જ્‍ઘ્‍ માત્ર લોન વસૂલી માટે કોઈ લોનધારકના મોબાઈલ ડિવાઈસની સુવિધા બંધ કે મર્યાદિત ન કરી શકે. આ નિયમ ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭થી લાગુ થશે.

RBIએ આ નિયમમાં એક અપવાદ પણ રાખ્‍યો છે. જો કોઈ ગ્રાહકે મોબાઈલ, ટેબલેટ અથવા લેપટોપ ખરીદવા માટે તે બેંક અથવા નાણાકીય સંસ્‍થા પાસેથી લોન લીધી છે, તો બેંક જરૂર પડવા પર તે ડિવાઈસની કેટલીક સુવિધાઓ મર્યાદિત કરી શકે છે. જો કે, આવા મામલાઓમાં પણ બેંક ડિવાઈસને એકદમથી બંધ નહીં કરી સકે. તેણે તબક્કાવાર રીતે કાર્યવાહી કરવી પડશે.

આ સુવિધાઓ ક્‍યારેય બંધ નહીં થાય?- RBIએ સ્‍પષ્ટ કર્યું છે કે, જો ડિવાઈસ લોક કરવાની સ્‍થિતિ આવી જાય છે, ત્‍યારે પણ કેટલીક જરૂરી સુવિધાઓ કોઈપણ સ્‍થિતિમાં ચાલુ રહેશે. આમાં સામેલ છેઃ ઈનકમિગ કોલ, લ્‍પ્‍લ્‍, ઈમરજન્‍સી SOS સુવિધા. એટલે કે, કોઈપણ સ્‍થિતિમાં ગ્રાહકનો જરૂરી સંપર્ક પૂરી રીતે નહીં તૂટે.

કેમ લાવવા પડ્‍યા નવા નિયમ- હાલના મહિનાઓમાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા અને બીજા માધ્‍યમોથી ફરિયાદ કરી હતી કે, રિકવરી એજન્‍સીઓ લોન વસૂલી દરમિયાન અભદ્ર વ્‍યવહાર કરે છે અને તકનીકનો ખોટો ઉપયોગ કરીને મોબાઈલ ડિવાઈસ બંધ કરી દે છે. આ ફરિયાદો બાદ RBIએ મે ૨૦૨૬માં ડ્રાફટ નિયમ જારી કર્યા હતા અને બધા પક્ષો પાસેથી સલાહ માંગી હતી. આ સલાહ પર વિચાર કર્યા બાદ કેન્‍દ્રીય બેંકે અંતિમ ગાઈડલાઈન્‍સ જારી કરી દીધી છે.

ટેકનોલોજીના ઉપયોગ પર પણ કડકાઈ- RBIએ કહ્યું છે કે, જો કોઈ બેંક કે NBFC ડિવાઈસ લોક કરનારી તકનીકનો ઉપયોગ કરે છે, તો તેણે માત્ર પ્રમાણિત અને સુરક્ષિત તકનીક જ અપનાવવી પડશે. તેના માટે સંબંધિત મોબાઈલ અથવા ઓપરેટિગ સિસ્‍ટમ બનાવનારી કંપની પાસેથી પ્રમાણ લેવું જરૂરી હશે. અપ્રમાણિત અથવા અવિશ્વસનીય સોફટવેરનો ઉપયોગ નહીં કરી શકાય.

ગ્રાહકોની જાણકારી પણ રહેશે સુરક્ષિત- RBIએ બેંકોને એ પણ નિર્દેશ આપ્‍યા છે કે, લોનધારક અથવા ગેરેન્‍ટરની ખાનગી જાણકારી માત્ર તેટલી જ શેર કરવામાં આવે, જેટલી લોન વસૂલીની પ્રક્રિયા પૂરી કરવા માટે જરૂરી હોય. રિકવરી એજન્‍સીઓ સાથે પણ જરૂરિયાતથી વધારે ખાનગી જાણકારી શેર નહીં કરી શકાય. નવા નિયમોનો ઉદ્દેશ લોન વસૂલીની પ્રક્રિયાને વધારે પારદર્શી, સુરક્ષિત અને ગ્રાહકોના અધિકારોને અનુરૂપ બનાવવાનો છે.

(3:08 PM IST)