News of Friday, 7th August 2026
વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે સંસદ સોમવાર સુધી સ્થગિત
ધમાલ વચ્ચે લોકસભામાં MSME સુધારા બિલ પસાર

નવી દિલ્હી, તા.૭: સંસદના ચોમાસું સત્રના ત્રીજા અઠવાડિયાના અંતિમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી તકરાર જોવા મળી. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદોએ ભારે વિરોધ નોંધાવ્યો, જેના કારણે ગળહમાં સતત ગતિરોધ સર્જાયો. આ હોબાળાના પરિણામે સંસદના બંને ગળહોની કાર્યવાહી દિવસભર ખોરવાઈ ગઈ હતી અને અંતે પીઠાસીન અધિકારીઓએ ગળહને સોમવાર (૧૦ ઓગસ્ટ) સુધી સ્થગિત કરવાની જાહેરાત કરવી પડી.
ગળહમાં વિપક્ષ તરફથી થતા સતત સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન વચ્ચે પણ લોકસભામાં મહત્વપૂર્ણ MSME (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ) સુધારા બિલ ધ્વનિ મતથી પસાર કરી લેવામાં આવ્યું. સંસદીય બાબતોના મંત્રી અને સત્તાપક્ષના સભ્યોના મતે આ બિલ દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવા તેમજ તેમની બાકી ચૂકવણીના મુદ્દા ઉકેલવામાં કારગત નીવડશે. જોકે, વિપક્ષના સભ્યોએ બિલ પર કોઈ પણ ચર્ચામાં ભાગ લીધા વિના સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.
બીજી તરફ, રાજ્યસભામાં પણ ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહ ગળહમાં આવીને ૨૦ જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો સામે થયેલી પોલીસ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠાવી હતી. ખડગેએ દાવો કર્યો હતો કે અધ્યક્ષ સી.પી. રાધાકળષ્ણને પણ ગળહમંત્રીને વક્તવ્ય આપવા નિર્દેશ કર્યો હતો. તેના વળતા પ્રહારમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું કે અધ્યક્ષે આવી કોઈ ફરજિયાત સૂચના નથી આપી પરંતુ વિપક્ષની લાગણી ગળહમંત્રી સુધી પહોંચાડવા કહ્યું હતું. સતત ઘર્ષણ અને નારેબાજીને કારણે ઉચ્ચ ગળહની કામગીરી બપોર સુધીમાં જ ઠપ થઈ ગઈ.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
