<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

પીએમ મોદી યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિયઃ સર્વે

રાહુલ ગાંધી બીજા ક્રમેઃ અભિજીત દીપક ત્રીજા ક્રમે

નવી દિલ્‍હી, તા.૭: જનતા પાર્ટી (સીજેપી) ના નેતળત્‍વમાં દિલ્‍હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ, એક સર્વેમાં યુવાનો અને રાષ્‍ટ્રના મૂડને માપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. સીવોટર દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં પેપર લીક મુદ્દે રાષ્‍ટ્રનો અભિપ્રાય અને સરકારના પગલાંથી લોકો કેટલા સંતુષ્ટ કે અસંતુષ્ટ છે તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. તેમાં યુવાનોમાં કયો નેતા વધુ લોકપ્રિય છે તે પ્ર‘નો પણ જવાબ આપવામાં આવ્‍યો હતો. સીપ્રવોટરના સર્વે મુજબ, પીએમ મોદી યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય છે, જ્‍યારે અભિજીત દીપક ત્રીજા સ્‍થાને છે. ગુરુવારે ઇન્‍ડિયા ટુડે પર સીપ્રવોટરના તાજેતરના સર્વેનો ડેટા પ્રસારિત થયો હતો. સીપ્રવોટરે પૂછયું હતું કે શિક્ષણ સુધારા માટે સરકારની પ્રાથમિકતા શું હોવી જોઈએ. જવાબમાં, ૨૭.૨ ટકા લોકોએ કહ્યું કે મંત્રીનું રાજીનામું. ૩૧.૭ ટકા લોકોએ પેપર લીક વિરોધી કાયદા માટે કડક પસંદગી કરી. ૧૧.૯ ટકા લોકોએ કહ્યું કે ફવ્‍ખ્‍માં મોટા ફેરફારો કરવા જોઈએ. ૧૬.૭ ટકા લોકોએ શિક્ષણ સુધારા માટે નિષ્‍ણાત પેનલની માંગ કરી. ૬.૯ ટકાએ અન્‍ય સુધારાઓ કહ્યું, અને ૫.૭ ટકાએ ‘અનિશ્‍ચિત' પસંદ કર્યું. સરકારના પગલાંથી લોકો કેટલા સંતુષ્ટ છે?: એ નોંધનીય છે કે સરકારે પેપર લીક કાયદામાં સુધારો કર્યો છે અને સુધારાઓ માટે નિષ્‍ણાત પેનલની રચના કરી છે, ઉપરાંત કેન્‍દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી છે. જો કે, મોટાભાગના લોકો આ પગલાંથી અસંતુષ્ટ છે. સી-વોટરે પૂછયું હતું કે,‘શું તમે પેપર લીક રોકવા માટે સરકારે લીધેલા પગલાંથી સંતુષ્ટ છો?' ૩૩.૨ ટકા લોકોએ ૅહૉ જવાબ આપ્‍યો, જ્‍યારે ૫૦.૭ ટકા લોકોએ ના પસંદ કર્યું. ૧૬.૧ ટકા લોકોએ ખબર નથી કહ્યું. સંસદમાં થયેલી ચર્ચા પર તમારો શું અભિપ્રાય હતો?: શું સંસદમાં પેપર લીક પર સંતોષકારક ચર્ચા થઈ? ૩૫.૬ ટકા લોકોએ હા કહ્યું, જ્‍યારે ૩૯ ટકા લોકોએ ના કહ્યું. ૨૫.૩ ટકા લોકોએ ‘ખબર નથી'પસંદ કર્યું. યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય કોણ છે? : પૂછવામાં આવેલા ત્રીજા પ્રશ્‍ન યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય કોણ છે? જવાબોથી જાણવા મળ્‍યું કે વિરોધ છતાં, વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી હજુ પણ યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. ૩૯.૮ ટકા લોકોએ કહ્યું કે તેઓ સૌથી વધુ લોકપ્રિય છે, જ્‍યારે રાહુલ ગાંધી ૨૭.૯ ટકા મત સાથે બીજા ક્રમે આવ્‍યા. અભિજીત દીપક, જેમણે મજાકમાં પોતાને  CJP બનાવ્‍યા અને કેન્‍દ્રીય મંત્રીને રાજીનામું આપવા દબાણ કર્યું, તેમને ૧૨.૬ ટકા લોકોએ સૌથી વધુ લોકપ્રિય ગણાવ્‍યા, જે ત્રીજા ક્રમે આવ્‍યા.

(4:07 PM IST)