હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તરાખંડની રેણુ ધારિયાલે રચ્યો ઐતિહાસિક ઈતિહાસ: ૨૭૧.૫૦ સેમી (લગભગ ૯ ફૂટ) લાંબા વાળ સાથે સત્તાવાર રીતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
વર્ષ ૨૦૧૫ થી એકપણ વાર વાળ ન કાપીને સ્થાપ્યો અનોખો કીર્તિમાન: કુદરતી અને પરંપરાગત સુંદરતાની દિનચર્યા દ્વારા ૨૫૭.૩૩ સેમીનો જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

હલ્દવાની : ભારતીય નારીની સુંદરતા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતા ઉત્તરાખંડના હલ્દવાનીની નિવાસી રેણુ ધારિયાલે એક અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. રેણુએ ૨૭૧.૫૦ સેમી (૮ ફૂટ ૧૦ ઈંચ) ની નોંધપાત્ર લંબાઈ ધરાવતા વાળ સાથે જીવંત મહિલાઓમાં સૌથી લાંબા વાળ રાખવાનો સત્તાવાર 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' પોતાના નામે કરી લીધો છે. એપ્રિલ માસ દરમિયાન હાથ ધરવામાં આવેલી સત્તાવાર ચકાસણી બાદ તેણે ૨૫૭.૩૩ સેમીના અગાઉના વૈશ્વિક રેકોર્ડને ભંગ કરીને નવો ઈતિહાસ રચ્યો છે.
આ અદ્વિતીય સફર અંગે વાત કરતા રેણુએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં લાંબા વાળને સુંદરતા, ધીરજ અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ વિચારથી પ્રેરિત થઈને તેણે વર્ષ ૨૦૧૫ થી પોતાના વાળ કાપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. સતત એક દાયકા સુધી દર્શાવેલી કટિબદ્ધતા અને ધીરજને કારણે આજે તેના વહેતા કાળા વાળ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેણે પોતાના દેશ તથા વતનને ગૌરવ અપાવ્યું છે.
લગભગ નવ ફૂટ લાંબા વાળની સંભાળ રાખવી એ એક અત્યંત મુશ્કેલ અને મહેનત માંગતી પ્રક્રિયા છે. રેણુ કોઈ કેમિકલયુક્ત બજારુ ઉત્પાદનોનો ઉપયોગ કરવાને બદલે સંપૂર્ણ કુદરતી દિનચર્યા અનુસરે છે. તે ઘરે જ જડીબુટ્ટીઓમાંથી બનાવેલા ખાસ તેલ અને શેમ્પૂનો ઉપયોગ કરે છે તથા વાળને ધોવા, સુકવવા અને ગૂંચ ઉકેલવામાં કલાકો સમય વિતાવે છે. રેણુ સોશિયલ મીડિયા પર પણ પોતાની આ હોમમેઇડ બ્યુટી ટિપ્સ શેર કરીને લાખો લોકોને રસાયણ મુક્ત વાળની સંભાળ અપનાવવા અને દ્રઢ નિશ્ચય સાથે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રેરણા આપી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
