હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉદયપુરમાં જૂની અદાવતનું ભયાનક પરિણામ: માથાભારે તત્વોએ સ્કોર્પિયો અને થાર કાર વડે આતંક મચાવી ૫૦ વર્ષીય મહિલાને નિર્મમ રીતે કચડી મારી નાખી
વિસ્તારમાં ભારે સન્નાટો અને તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં જૂની રંજિશને લીધે ક્રૂરતાની તમામ હદો વટાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં કેટલાક અસામાજિક અને માથાભારે તત્વોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે સ્કોર્પિયો અને થાર જેવા ભારે વાહનો વડે વિસ્તારમાં ભારે ઉત્પાદ મચાવ્યો હતો. આ હુમલા દરમિયાન બદમાશોએ ૫૦ વર્ષીય વયસ્ક મહિલા ઉર્મિલા કુંવરને કાર નીચે ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી વૈમનસ્ય અને જૂની અદાવતને કારણે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશો પોતાના વાહનો લઈને ધસી આવ્યા હતા અને ભયનું વાતાવરણ ઊભું કરીને મહિલા પર ગાડી ચઢાવી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોતાના વાહનો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ અને તણાવ વ્યાપી ગયો છે. પોલીસે ગુનો નોંધીને ફરાર બદમાશોને પકડી પાડવા માટે ચારેય તરફ નાકાબંધી કરી છે તેમજ જુદી જુદી ટીમો બનાવીને આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
