હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આરબીઆઈનો સપાટો: ગ્રાહકોને મોટી રાહત આપતા રિઝર્વ બેંકે લોન પર લીધેલા ગેજેટ્સને રિમોટલી લોક કરવા તથા વસૂલાતની આકરી રીતો અંગે જારી કર્યા અત્યંત કડક નવા નિયમો
હવેથી હપ્તો ચૂકવામાં એક દિવસ પણ વિલંબ થશે તો ફાયનાન્સ કંપનીઓ તુરંત ફોન કે લેપટોપ બંધ કરી શકશે નહીં: રિકવરી માટે ગ્રાહકોને પજવનારી કંપનીઓ અને એજન્ટો સામે લાલ આંખ

નવી દિલ્હી: દેશમાં ઈએમઆઈ (EMI) પર મોબાઈલ, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ખરીદનારા કરોડો ગ્રાહકોના હિતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક પગલું ભરવામાં આવ્યું છે. લોન ન ભરવાના કિસ્સામાં ડિજિટલ સાધનોને રિમોટ સિસ્ટમથી તુરંત લોક કરી દેવાની અને રિકવરી માટે અયોગ્ય હથકંડા અપનાવવાની ધિરાણકર્તા કંપનીઓની મનસ્વી નીતિઓ સામે કેન્દ્રીય બેંકે લાલ આંખ કરીને નવી અને આકરી માર્ગદર્શિકા જાહેર કરી છે.
નવા નિયમો મુજબ, જો કોઈ ગ્રાહકથી માસિક હપ્તો ભરવામાં સહેજ પણ મોડું થાય, તો ફાયનાન્સ કંપનીઓ કે બેંકો હવે તુરંત જ તે ઉપકરણને ડિજિટલ રીતે લોક કરી શકશે નહીં. આરબીઆઈના ધ્યાન પર આવ્યું હતું કે કેટલીક ડિજિટલ લેન્ડિંગ એપ્સ અને ફાયનાન્સ સસ્થાઓ ગ્રાહકો પાસેથી લોનની વસૂલાત કરવા માટે તેમના મોબાઈલ કે ગેજેટ્સને સીધા લોક કરી દેતી હતી, જેનાથી ગ્રાહકની વ્યક્તિગત ગોપનીયતા અને કામકાજ પર ગંભીર અસર પડતી હતી. આ સિવાય, વસૂલાત માટે ગ્રાહકો સાથે કરાતા અયોગ્ય વર્તન અને માનસિક ત્રાસની ફરિયાદોને ધ્યાને રાખીને આ ગાઈડલાઈન્સ ઘડી કાઢવામાં આવી છે.
આ નવી માર્ગદર્શિકા હેઠળ ધિરાણ આપતી તમામ બેંકો અને એનબીએફસી (NBFCs) માટે રિકવરી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી ફરજિયાત કરવામાં આવી છે. હવેથી હપ્તો ચૂકી જવાના કિસ્સામાં ગ્રાહકને સુધારાત્મક પગલાં લેવા માટે અને દંડ વગર કે નિર્ધારિત સમય મર્યાદામાં બાકી રકમ ચૂકવવા માટે પૂરતી તક અને નોટિસ આપવી પડશે. આ ઉપરાંત, રિકવરી એજન્ટો દ્વારા કરવામાં આવતી દાદાગીરી અને અણછાજતા વર્તન પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે. જો કોઈ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે આરબીઆઈ દ્વારા ભારે દંડ સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી ડિજિટલ ધિરાણ ક્ષેત્રે ગ્રાહકોના અધિકારો વધુ સુરક્ષિત બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
