<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પીએફ ખાતા ધારકો માટે મોટા સમાચારઃ EPFOએ બદલ્‍યા ૮ મહત્‍વના નિયમો!

૨૦ દિવસમાં સેટલમેન્‍ટ ન થાય તો અધિકારીના પગારમાંથી કપાશે ૧૨% વ્‍યાજ : નોકરી છોડયા બાદ ૧૦૦% ઉપાડ માટે હવે ૧૨ મહિનાની રાહ જોવી પડશે

નવી દિલ્‍હી, તા.૮: કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન દ્વારા EPF, EPS અને EDLI યોજનાઓ, ૨૦૨૬ હેઠળ ભવિષ્‍ય નિધિના નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્‍યો છે. આ નવા નિયમોનો મુખ્‍ય હેતુ નિવળત્તિ બચતને સુરક્ષિત રાખવાનો, દાવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો અને ડિજિટાઈઝેશન વધારવાનો છે.

નવા નિયમો મુજબ, વૈધાનિક પીએફ કપાત રૂ.૧૫,૦૦૦ના બેઝિક પગાર પર ૧૨% (મહત્તમ રૂ.૧,૮૦૦) રહેશે, જ્‍યારે તેનાથી વધુ પગાર પર વધારાનું યોગદાન સંપૂર્ણપણે મરજિયાત રહેશે. સૌથી મોટો ફેરફાર ઉપાડના નિયમોમાં થયો છે, નોકરી છોડ્‍યા પછી પૂર્ણ (૧૦૦%) પીએફ ઉપાડ માટે હવે ૨ મહિનાને બદલે ૧૨ મહિનાની બેરોજગારી અનિવાર્ય રહેશે. તેમજ આંશિક ઉપાડ માટેનો રાહ જોવાનો સમયગાળો પણ વધારીને ૩૬ મહિના કરાયો છે. ઉપાડની જટિલતા ઘટાડવા ૧૩ કેટેગરીને બદલે માત્ર ૩ શ્રેણીઓ (આવશ્‍યક, ઘરગથ્‍થુ અને ખાસ પરિસ્‍થિતિ) બનાવવામાં આવી છે. ખાતામાં ૨૫% લઘુત્તમ બેલેન્‍સ જાળવવું ફરજિયાત રહેશે, જ્‍યારે પાત્ર સભ્‍યો ૭૫% સુધી રકમ ઉપાડી શકશે.

પ્રક્રિયાઓને સરળ બનાવતા, ઓનલાઈન ઈ-નોમિનેશન ફરજિયાત કરીને પેપર ફોર્મ બંધ કરાયા છે. ઉપરાંત, પીએફ ક્‍લેમ સેટલમેન્‍ટ માટે ૨૦ દિવસની કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો માન્‍ય કારણ વગર ક્‍લેમ વિલંબિત થશે, તો EPFOએ ૧૨% દંડાત્‍મક વ્‍યાજ ચૂકવવું પડશે, જેની વસૂલાત જવાબદાર પ્રદેશિક પીએફ કમિશનરના પગારમાંથી કરાશે.

(3:02 PM IST)