હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IIT દિલ્હીમાં PM મોદીનું સંબોધન! હું બાબા બાગેશ્વર નથીઃ કહેતા જ વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડયા
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવા શક્તિને આપ્યું પ્રેરણાદાયી આહ્વાન : દિક્ષાંત સમારોહ દરમિયાન વડાપ્રધાને પોતાની ખાસ રમૂજી શૈલીમાં GenZ યુવાનોના દિલ જીતી લીધા

નવી દિલ્હી, તા.૮: IIT દિલ્હીના દિક્ષાંત સમારોહમાં શનિવારે એક અનોખો અને ઉત્સાહસભર માહોલ જોવા મળ્યો, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ટેક-સૌથી આગળ રહેતી GenZ પેઢી સાથે સીધો અને મનોરંજક સંવાદ સાધ્યો. ડિગ્રી મેળવી રહેલા વિદ્યાર્થીઓ સામે હસતા પીએમ મોદીએ અચાનક બાબા બાગેશ્વરનો ઉલ્લેખ કરીને વાતાવરણમાં હાસ્યનું મોજું ફેરવી દીધું હતું. તેમણે કહ્યું, મિત્રો, તમે બધા આજે અહીં બેઠા છો પણ તમારા મનના કોઈ ખૂણામાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી, પણ એટલી તો ખબર પડે જ છે કે દિમાગમાં કંઈક તો રમી રહ્યું છે! પીએમની આ ચટપટી અને રમૂજી ટિપ્પણી સાંભળતા જ આખું ઓડિટોરિયમ GenZ વિદ્યાર્થીઓના ખડખડાટ હાસ્ય અને તાળીઓથી ગૂંજી ઉઠ્યું હતું.
પોતાના આ મનોરંજક અંદાજ પછી વડાપ્રધાને યુવાનોની ભાવિ યોજનાઓ અને તેમના મનમાં ચાલતા વિચારોને ખૂબ જ સરસ રીતે વાચા આપી હતી. તેમણે ઉમેર્યું કે દરેક યુવાન પોતાની આવતીકાલ માટે એક અનોખું સપનું સેવી રહ્યો છેラકોઈ પોતાના પ્રથમ પગારની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યું છે, તો કોઈ નવા શહેરમાં જઈને કારકિર્દીની નવી શરૂઆત કરવાની તૈયારીમાં છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ડ્રીમ સ્ટાર્ટઅપ માટે વિઝન બનાવી રહ્યા છે, તો વળી કોઈ આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળવા માટે લક્ષ્ય નક્કી કરી ચૂકયું છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે દરેક વિદ્યાર્થીનો રસ્તો અને સપના ભલે અલગ-અલગ હોય, પણ દેશને આગળ લઈ જવાની તેમની લાગણી અને ઝાકઝમાળ એકસમાન છે.
તાજેતરના રાજકીય ઘમાસાણ અને ઘ્થ્ભ્ના વિરોધ પ્રદર્શન બાદ યોજાયેલા આ પ્રથમ જાહેર કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશના નિર્માણમાં યુવા શક્તિના મહત્વ પર વિશેષ ભાર મૂકયો હતો. વિકસિત ભારતના રોડમેપ વિશે વાત કરતા તેમણે સ્પષ્ટ કહ્યું, અમને તમારી ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને દેશને આજે તમારી સૌથી વધુ જરૂર છે. તેમણે યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે આગામી ૩૦ થી ૩૫ વર્ષ દેશના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક છે. આ સમયગાળામાં યુવાનો જે પણ નિર્ણયો લેશે તે ભારતની પ્રગતિની દિશા નક્કી કરશે. તેથી, દરેક વિદ્યાર્થીએ પોતાના અંગત લક્ષ્યોની સાથે દેશના સર્વાંગી વિકાસ અને તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
