<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

શેખ હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની કરી જાહેરાત, તારિક રહેમાનના કેમ્પે આપ્યો ખુલ્લો પડકાર

દેશનિકાલમાં રહેલી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું વતન વાપસીનું એલાન. BNPના તારિક રહેમાનના સમર્થકોએ કહ્યું - કાયદાનો સામનો કરવા તૈયાર રહો

ઢાકા, તા. 08 : બાંગ્લાદેશની ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. હાલમાં તેઓ દેશનિકાલમાં છે. તેમની આ જાહેરાત બાદ બાંગ્લાદેશના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

 

શેખ હસીનાના આ નિવેદનના જવાબમાં BNP નેતા તારિક રહેમાનના કેમ્પે ખુલ્લો પડકાર ફેંક્યો છે. તારિક રહેમાનના સમર્થકોએ કહ્યું કે જો શેખ હસીના બાંગ્લાદેશ પરત આવે છે તો તેમણે દેશના કાયદા અને અદાલતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

 

શેખ હસીનાના સમર્થકો આને લોકશાહીની વાપસી તરીકે જોઈ રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો તેને રાજકીય અસ્થિરતા વધારવાનું પગલું ગણાવી રહ્યા છે. ડિસેમ્બરમાં તેમના આગમનને લઈને બાંગ્લાદેશમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવાની શક્યતા છે.

 

રાજકીય વિશ્લેષકોના મતે શેખ હસીનાના પરત ફરવાની જાહેરાતથી બાંગ્લાદેશમાં આગામી સમયમાં મોટા રાજકીય ઉથલપાથલ થઈ શકે છે.

 

(4:54 PM IST)