હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 10th August 2026
કેરલમમાં સ્કૂલ-ટીચરોએ કેમ રસ્તામાં બેસીને ઘાસ ખાઈને વિરોધ કર્યો?
LPST રેન્ક ધરાવતા શિક્ષકો ૩૪ દિવસથી નિયુક્તિપત્રની માંગણી માટે વિરોધ કરી રહ્યા છે : સરકારની પ્રતિક્રિયા ન મળતાં કેટલાક ઉમેદવારોએ ભૂખ હડતાળ બાદ રસ્તા પર ઘાસ ખાઈને વિરોધ કર્યો

તિરુવનંતપુરમ,તા.૧૦: કેરલમના તિરુવનંતપુરમના મંત્રાલયની બહાર લોઅર પ્રાઇમરી સ્કૂલ ટીચર (LPST) રેન્ક ધરાવતા ટીચર્સ દ્વારા અનોખો વિરોધ ચાલી રહ્યો છે. આ શિક્ષકો લગભગ ૩૪ દિવસથી માગણી કરી રહ્યા છે કે જે ઉમેદવારોએ પબ્લિક સેક્ટર કમિશન (PSC)ની યાદીમાં રેન્ક મેળવ્યો છે તેમને અપોઇન્ટમેન્ટ લેટર તરત જ આપવામાં આવે. તેમનો આરોપ છે કે રેન્ક-લિસ્ટમાં સ્થાન મેળવ્યા પછી પણ નોકરી માટેનો નિયુક્તિપત્ર તેમને નથી મળી રહ્યો. અનિヘતિકાળથી તેઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકારે આ બાબતે કંઈક કરવું જોઈએ. કેટલાક ઉમેદવારોએ તો તિરુવનંતપુરમના મંત્રાલયની બહાર ૧૦ દિવસથી ભૂખહડતાળ આદરી છે. એ પછી પણ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતાં ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરનારા લોકોએ રોડ પર લાઇનમાં બેસીને ઘાસ ખાધું હતું.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
